ભાજપ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાંચ ઉપ-મુખ્યમંત્રી ને મનાવવાની તૈયારીમાં, દિલ્હીમાં હલચલ તેજ

કર્ણાટકમાં પાંચ ઊપમુખ્ય મંત્રીની નિમણૂક કરવામાં આવશે. 2023 ની ચૂંટણીની તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવશે. મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ પણ દર્શાવે છે.

કર્ણાટકમાં 2023 ની વિધાનસભાની ચૂંટણીઓના ભણકારા ત્યારથી જ પડી રહ્યા છે. જેને અનુલક્ષીને ભાજપ દ્વારા તેમની ટીમ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

નવા મુખ્યમંત્રીની પસંદગી બાદ ભાજપ દ્વારા કર્ણાટકમાં મોટા ફેરફાર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. ચૂંટણીને અનુલક્ષીને જ પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પા તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે.

હાલ કર્ણાટકમાં બસવારાજ મુખ્યમંત્રી છે. પરંતુ એવી માહિતી સામે આવી રહી છે કે કર્ણાટકમાં બીજા પાંચ મુખ્ય મંત્રીની નિયુક્તિ કરવામાં આવશે, જેથી કરીને કર્ણાટકના દરેક વર્ગને ભાજપ તેમની તરફ આકર્ષી શકે.

આઠ નવા ચહેરાને સ્થાન મળશે તેવું જણાઈ રહ્યું છે. આપને જણાવી દઇએ કે કર્ણાટક સરકાર વધુમાં વધુ 34 મંત્રીઓ બનાવી શકે છે.ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ભાજપ નવા યુવા ચહેરાઓને સ્થાન આપવા માંગે છે, તેવી માહિતી સામે આવી રહી છે. જોકે કર્ણાટક સિવાય આંધ્રપ્રદેશ પણ એવું પહેલું રાજ્ય છે કે, જેના મુખ્યમંત્રી વાયએસ જગમોહન રેડ્ડી એ 2019 પાંચ ડેપ્યુટી સીએમ ની નિમણૂક કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *