એક બાજુ તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રોજ સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ સિંગતેલ કરતાં કપાસિયાનું તેલ નો ભાવ વધ્યો છે. આજે સીંગતેલ અને કપાસિયાતેલમાં રૂપિયા 30 વધારો આવ્યો છે. કપાસિયા તેલનાના ડબ્બાનો ભાવ 2550 રૂપિયા થઈ ગયો છે, ત્યારે સીંગ તેલના ડબ્બાનો ભાવ 2500 રૂપિયા થઈ ગયો છે.
એક બાજુ સાતમ-આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો બીજી બાજુ ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકોને વધુ પડતા મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવી ગયો છે.
આ ભાવ વધારા પાછળનું કારણ વેપારીઓનું કહેવું છે કે, હાલ વરસાદ ખેંચાયો છે. જેથી આ ભાવ વધારો કરવામાં આવ્યો છે વૈશ્વિક બજારમાં ભાવ પણ વધી રહ્યા છે.
ગયા વર્ષે કપાસિયા તેલના ભાવ સિંગતેલના ભાવ કરતા અડધા રહ્યા હતા. આજે બંને ભાવ સરખા થઈ ગયા છે. મધ્યમ વર્ગના લોકો માટે વધુ વપરાશ કપાસિયા તેલનો કરે છે.
આમ જ દિવસે ને દિવસે મોંઘવારી નો માર વધી રહ્યો છે. જેના લીધે લોકો ની પરેશાનીમાં વધારો થઈ રહ્યો છે. ખાદ્ય તેલના ભાવ વધવા પાછળ વેપારીઓ કારણ જણાવી રહ્યા છે કે, વરસાદ ન થયો હોવાને કારણે તેલના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આ રીતે લોકો આર્થિક પરિસ્થિતિમાં મુશ્કેલીમાં મુકાયા છે.
તહેવારો નજીક આવતા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું ની ચિંતામાં વધારો થયો છે. આમ તેઓને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!