શાકભાજી ની આવકમાં ઘટાડો થતાં ભાવ પહોંચ્યા આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું..

રાજ્યના અને વિસ્તારોમાં ભારે વરસાદને કારણે શાકભાજી ની આવકમાં ઘટાડો નોંધાયો છે. શહેરમાં આજે અંદાજે 20,000 ક્વિન્ટલ શાકભાજીની આવક થઈ હતી. પણ ભારે વરસાદને કારણે આવકમાં 15 થી 20% નો ઘટાડો નોંધાયો છે. જેના કારણે ભાવમાં વધારો થયો છે. હજી પાણી ભરેલા હોવાથી ત્યાં સુધી પહોંચી શક્યા નથી. તે માટે મોટાભાગના શાકભાજીના ભાવ રૂપિયા 100 પહોંચી ગયા છે. લીલી શાકભાજી ખરાબ થઈ જવાને કારણે તેના ભાવ પહોંચ્યા છે.

તમામ શાકભાજીના ભાવ અત્યારે બમણા જોવા મળી રહ્યા છે ફુલાવરના ભાવ રૂપિયા 100 ગુવારના ભાવ રૂપિયા 120 તોડીના ભાવ 110 રૂપિયા પાપડીના ભાવ 140 રૂપિયા લીંબુના ભાવ રૂપિયા 120 કારેલાના ભાવ 80 રૂપિયા બોલાઈ રહ્યા છે.

ખેતરોમાં પાણી ભરાઈ જવાથી શાકભાજીનો ઉતારો ઓછો થતા આવકમાં ઘટાડો થયો છે. અને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે કેટલીક શાકભાજીના ભાવ તો બમણા થઈ ગયા છે.

ભારે વરસાદને કારણે ખેતરમાં શાકભાજીના પાકને ઘણું નુકસાન થયું છે. કેટલાક શાકભાજીના ભાવ તો 80 થી 90 રૂપિયાને પાર પહોંચી ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલને કારણે અનેક વિસ્તારોમાં શાકભાજીના વાવેતરના ખૂબ મોટું નુકસાન થયું છે.

હાલ બજારમાં શાકભાજીના ભાવ 50 થી 60% નો વધારો થતા લોકોનું બજેટ ખોરવાયું છે. ભારે વરસાદને કારણે શાકભાજીના પાક ઉપર ઘણી નુકસાન થયું છે. અરવલ્લીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી શાકભાજીના પાકને નુકસાન થયું છે.

અમદાવાદ અને વડોદરામાં શાકભાજીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે દિવસેને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય લોકોના આર્થિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે કેટલાક શાકભાજીના ભાવ તો હાલ 80 થી 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *