Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતાં જ્વેલર્સમાં ઉમટી ભીડ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ - GUJJUFAN

સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતાં જ્વેલર્સમાં ઉમટી ભીડ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

સોનુ 51,000 રૂપિયાની નીચે જતું રહ્યું છે. આજે તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોના ચાંદીના કિંમતમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. તહેવારનો સીઝન પહેલા સોનું ખરીદવાનો બેસ્ટ સમય ચાલી રહ્યો છે. હાલ સોના ના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. રિટેલ બજારમાં 600 થી 650 રૂપિયા પ્રતિ દસ ગ્રામ સોનુ સસ્તું થયું છે. ચાંદી 250 રૂપિયા પ્રતિ કિલો થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

ઓક્ટોબરનો વાયદો 10 રૂપિયાથી ઘટીને 51,153 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. ત્યારે ચાંદી 260 રૂપિયાના ઘટાડા સાથે 54,732 નો ભાવ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 600 રૂપિયાથી ઘટીને 47,150 થઈ ગયો છે.

જ્યારે દિલ્હીમાં 24 કેરેટ સોનું 660 રૂપિયાથી ઘટીને 51,440 રૂપિયા થઈ ગયું છે. મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 600 થી ઘટીને 47,000 થયો છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹700 થી ઘટીને 51,230 રૂપિયા થયો છે.

ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 150 રૂપિયાથી ઘટીને 48000 થયો છે. જ્યારે 24 કેરેટ સોનાનો 130 રૂપિયાનો ભાવ ઘટીને 52,400 રૂપિયા થયો છે. કલકત્તામાં 22 કેરેટ સોનું 600 રૂપિયા ઘટીને 47,000 થયું છે. જ્યારે 24 કેરેટ સોનું 700 રૂપિયાથી ઘટીને 51,230 થયું છે.

હૈદરાબાદમાં 22 કેરેટ સોનું 600 રૂપિયાથી ઘટીને 47,000 થયું છે. જ્યારે 24 કેરેટ સોનું 700 રૂપિયાથી ઘટીને 51,230 રૂપિયા થયું છે. સુરતમાં 22 કેરેટ સોનું 600 રૂપિયાથી ઘટીને 47,050 થયું છે. જ્યારે 24 કેરેટ સોનું 650 રૂપિયાથી ઘટીને 51330 રૂપિયા થયું છે.

24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ આ સોનામાંથી ઘરેણા બનાવી શકાતા નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે તેથી મોટાભાગે 22 કેરેટ સોનાનો ઉપયોગ ઝવેરી જ્વેલરી બનાવવા માટે કરવામાં આવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *