Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સાયકોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારોમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, ચારેય બાજુ જળબંબાકાર - GUJJUFAN

સાયકોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારોમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, ચારેય બાજુ જળબંબાકાર

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ઓગસ્ટ મહિનામાં સારા વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત ઓગસ્ટ માં સાર્વત્રિક વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝન 70% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ધોધમાર વરસાદને કારણે 206 ડેમમાંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે

. સાયકોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા  રાજ્યમાં 206 માંથી 34 ડેમ એલર્ટ પર છે, અને અનેક ડેમોમાં 100 ટકા પાણી ભરાયું છે. સૌરાષ્ટ્રના 13 ડેમમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સાત ડેમ ઓવર ફ્લો થયા છે.

આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દ્વારકા, પોરબંદર, જામનગરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ભરૂચ, વડોદરા, છોટે ઉદેપુરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, તાપી, ડાંગ, વલસાડમાં સારા વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ વખતે ઉત્તર ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં માત્ર 24.38% પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

સાયકોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આ તરફ 55 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 6 ડેમમાં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. દને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *