ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ આજે વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ધારાસભ્યો તેમજ પાર્ટીના આગેવાનો સાથે બેઠક કરી અને ચર્ચા વિચારણા કરી હતી. પરેશ ધાનાણી ના બંગલે કોંગ્રેસના નેતાઓ ડિનર ડિપ્લોમસી કરશે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે ફોન કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીનો ધમધમાટ શરૂ કરી દીધો છે.આ બેઠકમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
જે તે સમયે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા એ રાજીનામુ ધરી દીધું હતું. બીજી તરફ પ્રભારી રાજીવસાત્વનું મહામારીને કારણે નિધન થયું હતું. ત્યારબાદ અત્યારે ગુજરાત કોંગ્રેસ બન્યું હોય તેવી સ્થિતિ રહી છે.
કોઈપણ સમયે હાઈ કમાન્ડ પ્રદેશ અધ્યક્ષ પ્રભારી અને નેતા વિપક્ષના નામ જાહેર કરી શકે છે. રાજ્યમાં એક બાજુ ભાજપ અને એક બાજુ આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણીની તૈયારીના શ્રીગણેશ કરી દીધા છે.
દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી પોતાના દળને મજબૂત બનાવી રહી છે, સાથે જન સંવેદના કાર્યક્રમ પણ યોજી રહી છે.
કોઈપણ સમયે હાઈ કમાન્ડ દ્વારા પ્રદેશ અધ્યક્ષ, પ્રભારીર અને નેતા વિપક્ષના નામ જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે પરેશ ધાનાણી ને ત્યાં લોકો એકઠા થયા હતા, અને આ બાબતે ચર્ચા-વિચારણા કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!