ગુજરાત સરકાર દ્વારા દર મહિને 2000 રૂપિયા ની સહાય, જાણો કોને મળશે આ લાભ
આ મહામારીમાં ગુમાવનાર બાળકોને મહિને બે હજારની સહાય મળશે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા જાહેરાત
રૂપાણી સરકારનો મોટો નિર્ણય
આ મહામારી ના કારણે દેશ અને દુનિયાભરમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મહામારી ને કારણે દુનિયાના હજારો બાળકો માતા-પિતા વિના અનાથ થઈ ગયા છે. અને કેટલાકના માતા-પિતાએ આ મહામારીમાં જીવ ગુમાવ્યો છે.
ઘણા બાળકો ના માથા પરથી પિતા નો સાયો ગુમાવ્યો છે.આવામાં ગુજરાત સરકાર દ્વારા આવા બાળકોને સહાય જાહેરાત કરવામાં આવી છે. તેમના માતા-પિતાનો છાયા ગુમાવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એક વાલી ગુમાવનાર બાળકોને પણ સહાય મળશે. રૂપાણી સરકારે પોતાના અગાઉના આદેશ બાદ તેને નવો નિર્ણય કર્યો છે કે માતા કે પિતા બેમાંથી એક ગુમાવનાર બાળકોને પણ સહાય મળશે. આવા બાળકોને દર મહિને બે હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે.
આ બે હજારની સહાય બીજે ઓગસ્ટ રૂપાણી સરકાર દ્વારા લોન્ચ કરશે.
ગુજરાત સરકાર દ્વારા નિર્ણય છે કે તમામ કલેકટરને આદેશ આપવામાં આવ્યો છે. બાળકોને સીધા જ બેંક ખાતામાં નાણાં મળી રહે તે માટે આગામી ત્રણ દિવસમાં લાભાર્થી બાળકો ના ખાતા ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે.
થોડાક દિવસ પહેલા આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. માતા અને પિતા બંને ગુમાવી દેનાર અનાથ બાળકોને 18 વર્ષ ની સુધી 4000 રૂપિયાની મદદ અને સહાય આપવામાં આવશે તથા 18 વર્ષ કે તેથી મોટા બાળકોને અભ્યાસ ચાલુ હશે તો તેમને 21 વર્ષ સુધી આ યોજના હેઠળ બાળક દીઠ માસિક 6 હજારની સહાય આપવામાં આવશે.
આ સિવાય આવા બાળકો વિદેશમાં અભ્યાસ માટેના લોન લીધી હોય તેને પણ મદદ કરવાની જોગવાઈ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!