Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કાબુલ એરપોર્ટ પર મહિલાઓએ પોતાના બાળકને કાંટાળા તાર પર ફેંક્યા. - GUJJUFAN

કાબુલ એરપોર્ટ પર મહિલાઓએ પોતાના બાળકને કાંટાળા તાર પર ફેંક્યા.

આ દ્રશ્ય જોઈ ને કઠણ કાળજાના સૈનિકોની આંખો પણ ભીંજાઈ ગઈ હતી. કાબુલ એરપોર્ટ પર હાલમાં અમેરિકાના સૈનિકો છે. જ્યારે બહાર તાલિબાન ઊભેલી છે. અફઘાનિસ્તાન છોડવાની આશામાં એરપોર્ટ પર પહોંચી મહિલાઓની સ્થિતિ સૌથી ખરાબ છે. તેઓ સૈનિકોને પોતાના જીવ બચાવવા માટે મદદ માંગી રહી છે, પરંતુ સૈનિકો માટે દરેક વ્યક્તિની મદદ કરવી અશક્ય છે.

આ કારણે સૈનિકોને દુઃખ થાય છે અને આંખમાં આંસુ આવી ગયા છે. અફઘાન મહિલાઓને તેમના સંરક્ષણ માટે તેમના બાળકોને અન્યને સોંપવાની ફરજ પડી છે.

મહિલાઓ એરપોર્ટના ગેટ પર કાંટાળા તાર ઉપરથી સૈનિક પર બાળકોને ફેંકી રહી છે. એક મહિલાએ તેની નાની બાળકીને વાયરો પર ફેંકી દીધી ત્યારે તેની બીજી બાજુ ઊભેલા સૈનિકે તેમને પકડી માતાની આ લાચારી જોઈને સૈનિક ની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.

એક બ્રિટિશ અધિકારીએ તેમને જણાવ્યું કે મહિલાઓ એટલી ડરે છે કે, તેઓ તેમના બાળકોને કાંટાળા તાર પર ફેકી અમેરિકન સૈનિક પાસે મદદ માંગી રહી છે, તેમના જીવ બચાવવા માટે. સદ્નસીબે સૈનિકે છેલ્લી ઘડીએ બાળકને પકડી લીધું અને જીવ બચાવી લીધો.

સૂત્રોના જણાવ્યા મુજબ એક પણ વ્યક્તિ એવું નથી કે જેને દુઃખ અને આ દ્રશ્ય જોઈને રડવું ન આવ્યું હોય એરપોર્ટ પર તેના બધા સૈનિકો ની આંખો ભીની થઈ ગઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *