ભાદરવા મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગે કરી મોટી આગાહી, રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદ

ભાદરવા મહિનાના પ્રારંભ સાથે વાતાવરણ સાથે માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. અમરેલી જિલ્લામાં પણ અમુક વિસ્તારમાં છુટા છવાયા ઝાપટાને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે. અમદાવાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયો છે. તેના કારણે ભેજનું પ્રમાણ વધ્યું છે.

કચ્છમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી પર જોવા મળી રહ્યું છે. સાથે સાથે હવામાન વિભાગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. હાલ તો વરસાદે ચાર દિવસથી વિરામ લીધો છે.

પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ વરસાદી માહોલ ફરી એકવાર જોવા મળશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં સામાન્યથી હળવો વરસાદ થઈ શકે છે. હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી તેઓ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

હાલ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી નથી. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ સારો વરસાદ નોંધાયો હતો જેના કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા હતા. પરંતુ હાલ બે દિવસથી વરસાદે વિરામ લીધો છે.

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે આજે રાજ્યના કેટલાક જિલ્લામાં સારો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશમાં ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહીં વધશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *