AAP દ્વારા કલેકટર ખાતે, ભાજપ વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી, જાણો શા માટે ?

જામનગરમાં વરસાદ ખેંચાયો હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આ સંજોગોમાં જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગણી સાથે આમ આદમી પાર્ટી કિસાન સંગઠન દ્વારા આજે રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી ગયા છે, અને વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું છે. તેમજ ખેડૂતોને વળતર આપવા માંગણી કરવામાં આવી છે.

જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી આર્થિક સહાય નું પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે, સાથે ખેતરમાં ઉભા પાક સુકાઈ રહ્યા છે.

જળાશય અને ડેમોના પાણીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દિવસેને દિવસે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેને કારણે ખેડૂતો માથે દેવાનો બોજ વધી રહ્યો છે.

જામનગર જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ પડ્યો નથી, ત્યારે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યું છે. તેઓએ વાવેલું બિયારણ નિષ્ફળ ગયું છે, અને ખેડૂતોને પોતાના જીવનનિર્વાહ ચલાવી શકાય તેવી પરિસ્થિતિ નથી.

આવા સંજોગોમાં કેન્દ્ર સરકારની પીએમ ફસલ યોજના અંતર્ગત જામનગર જિલ્લાને પણ દુકાળગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક અસરથી તેનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને આર્થિક સહાય નું પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર તરફથી. આ માંગણી ઝડપથી સ્વીકારાઈ જાય તેવું આવેદનપત્ર મોકલવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *