અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ખેડૂતો…

રાજ્યમાં ચોમાસાના બે રાઉન્ડ બાદ પણ વરસાદની ઘટ છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડતાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. શ્રાવણ માસ પૂર્ણ થવા તરફ છે, પરંતુ વરસાદ ખેંચાતા પાણી વગર પાક સુકાઈ રહ્યા છે. જેના કારણે જગતનો તાત ચિંતામાં આવી ગયો છે.

ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરીને તાત્કાલિક અછત જાહેર કરવાની અને ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરી છે.

અમિત ચાવડાએ ટ્વિટ કરીને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અને જણાવ્યું હતું કે, અછતના ઓછાયા હેઠળ અને દેવાના ડુંગર નીચે દબાયેલા ગુજરાતના ખેડૂતો ચિંતા કરી રહ્યા છે.

ત્યારે પ્રજાના ટેક્સની ઉજાણી કરવા વાળી રૂપાણી સરકાર અને યાત્રા કાઢવા વાળા ગુજરાત ભાજપના નેતાઓ શરમ કરો. તાત્કાલિક જાહેર કરો ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરો, આમ કહીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે સાથે ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે અને તેના દેવા માં વધારો થઈ રહ્યો છે. આમ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

ત્યારે આવી ખેડૂતની પરિસ્થિતિ જોઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, ખેડૂતોને ચિંતા મુક્ત કરો અને દેવું માફ કરી દો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *