PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ની જાહેરાત, સુરતના આ જગ્યા પર બનશે ક્રાંતિ ચોક, જાણો.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીર અલ્પેશ કથીરિયા 15મી ઓગસ્ટના દિવસે એક મહત્વપૂર્ણ જાહેરાત કરશે. અલ્પેશ કથીરિયાએ તેમના કહ્યા અનુસાર આ જાહેરાત કરી છે કે, આ જાહેરાત અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં યોગીચોક થી કારગીલ ચોક જવાના રસ્તા પર ક્રાંતિ ચોક બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ક્રાંતિ ચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકતો રહેશે અને તેની નીચે ક્રાંતિકારી સુખદેવ, ભગતસિંહ, રાજગુરુ ની પ્રતિમા પણ પ્રસ્થાપિત કરવામાં આવશે. આગામી દિવસોમાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ ક્રાંતિ ચોક સુરતની જનતાને અર્પણ કરવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા ધાર્મિક માલવિયાએ પ્રેસનોટ જાહેર કરીને જણાવ્યું હતું કે, આઝાદીના 75માં સ્વતંત્ર નિમિત્તે સમગ્ર દેશમાં આ વર્ષે આઝાદી અમૃત મહોત્સવ રૂપે આખુ વર્ષ રાષ્ટ્રીય પર્વ ઉજવી રહ્યું છે.

ત્યારે પાટીદાર આંદોલન સમિતિ સુરત ના યુવાનો માં રાષ્ટ્રીય પ્રત્યે જુસ્સો સાથે દેશદાઝની ભાવના ઝબૂકતી રહે તેવી સુરત શહેરના વરાછા વિસ્તારમાં યોગીચોક થી કારગીલ ચોક વચ્ચે આવતા રસ્તાને ક્રાંતિ ચોક નામ આપી તે ચોક પર દેશની આન, બાન, શાન સાથે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકશે.

આ કાર્ય તમામ કાયદાકીય પ્રક્રિયા ને અનુસરીને સુરત અર્પણ કરવામાં આવશે તથા અનેક સામાજિક સંસ્થાઓના આગેવાનો તથા સુરતના ઉદ્યોગ સાહસિકોના યોગદાન વધી તેમનો આભાર માનીએ છીએ.

મહત્વની વાત એ છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિનું મુખ્ય શહેરો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા પછી અલ્પેશ કથીરિયા હવે પાસ નો મુખ્ય ચહેરો છે. અલ્પેશ ની આગેવાનીમાં આગામી દિવસોમાં ઓબીસી અનામત લઇને પાસ કાર્ય કરશે.

ઓબીસી અનામત લઇને અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે, હાલ જે ઓબીસી અનામત નું બિલ પસાર થઈ રહ્યું છે, તે લોકસભા અને રાજ્યસભામાં બહુમતી સાથે પસાર થયું છે. આવનારા દિવસોમાં રાષ્ટ્રપતિની સત્તાવાર શહીદ થયા પછી આ કાયદાનું સ્વરૂપ લેશે, અને ત્યારબાદ કે જે થશે અને પછી તે રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *