અમિત ચાવડાએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આજે સ્વતંત્રતાના દિવસે લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે..

સ્વતંત્રતા દિવસની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં આજે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ભવન થી લાલ દરવાજા અને ત્યાંથી સરદારબાગ સુધીની કુચ કરીને 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા આજે ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પ્રમુખ પ્રદેશ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા.

પરંતુ આ પ્રસંગ પર અમિત ચાવડાએ મોદી સરકાર પર અલગ રીતે પ્રહાર કર્યા હતા અને તેમને કહ્યું હતું કે, દેશમાં આજે 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવાઈ રહ્યો છે, પરંતુ આજે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, લોકો ને બોલવાની કે લખવાની પણ આઝાદી નથી રહી.

સાથે જમીન ચાવડાએ જણાવ્યું કે, ભારતને આગળ આવવામાં જુદીજુદી સરકારોને તેમનું મહત્ત્વનું યોગદાન આપેલું છે. ઉલ્લેખનીય છે કે, અમિત ચાવડાએ આજે 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા કુછ કાઢીને લોકોને એવું પણ કહ્યું હતું કે આજે બધા લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે.

જે ગંભીર પરિસ્થિતિ કહી શકાય જેથી તેમને સમગ્ર મામલે એવું કહ્યું હતું કે, કોંગ્રેસ સ્વતંત્રતા કુછ કાઢી ને લોકો હવે જાગૃત કરશે. અમિત ચાવડાએ ભાજપ સરકાર પર અલગ-અલગ રીતે પ્રહાર કર્યા હતા, અને તેમની કટાક્ષ કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *