આદિવાસી એકતા સંમેલન રાજપીપળા ટાઉન હોલ ખાતે યોજાયો, જેમાં મનસુખ વસાવાએ પોતાના આદિવાસી સમાજને માત્ર સંગઠિત કરવા માટે પક્ષપાત થી દૂર રહી કોઈના પણ દબાણ નીચે ના આવી જણાવી માત્ર સમાજના લોકોનું ઉત્થાન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ અને તેવી હાલ હાલક કરી હતી.
પોતાના સમાજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મીઠી ટકોર પણ કરી કે, તમારી પાર્ટી ફરી ટિકીટ આપે કે ન આપે તમે સમાજ માટે બોલો. આજના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ કેટલાક આદિવાસી ધારાસભ્યો અને સંસદ માત્ર ખાલી લેબલ લગાડવા માટે લોકસભામાં જાય છે.
લોકસભા કે વિધાનસભામાં કોઈ આદિવાસીનું સાંભળતું નથી. જૂની યાદો તાજી કરતા કહ્યું કે, અડવાણીએ અટલજી એ કહ્યું હતું કે, કોઈ પ્રશ્ન હોય તો આદિવાસી સમાજના પ્રશ્નો છે. આ પ્રશ્નનું નિવારણ લાવવું જોઈએ.
મનસુખ વસાવાએ સામાન્ય સીટ પરથી ચૂંટાયા છે. જોકે માત્ર આદિવાસી ની તરફેણ કરે છે. એવું કેટલાક લોકો કહી રહ્યા છે. કરોડો રૂપિયા આદિવાસી માટે વપરાયા છે. પણ લોકો સુધી પહોંચ્યા નથી, હજુ પણ કેટલાક ધારાસભ્યો અને સંસદ સભ્યો બોલતા નથી.
રિઝર્વ સીટ પરથી ચૂંટાયા છે, તેમ છતાં પણ પરિણામ લાવવો હશે તો, આટલું બોલવું પડશે, અને બોલું છું તો ખોટું લાગે છે. ખોટા આદિવાસી બનીને સરકારી નોકરીઓ ખોટા પ્રમાણપત્રો સાથે લઈ જાય છે.
આદિવાસી દીકરીઓ લાવીને તેની સાથે લગ્ન કરે છે. હું બોલું છું, પણ પાર્ટીમાંથી કોઈ દિવસ દબાણ આવ્યું નથી. મનસુખ વસાવાએ કહ્યું કે, સત્ય વાત કહેવામાં મને કોઈ ડર નથી. કોંગ્રેસ અને ભાજપ અન્ય પાર્ટીના લોકો લોબિંગ કરે છે. ખોટા પ્રમાણપત્રો માટે રિઝર્વ સીટ પર ચૂંટાયેલા છો, તો સમાજના કાર્યક્રમમાં હાજર રહેવું જોઈએ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!