Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
AAP દ્વારા સરકારી સંપત્તિની વહેંચણી ના વિરોધમાં ઠેર ઠેર લગાવ્યા બેનરો, "જનતા બેહાલ, ભાજપ માલામાલ" - GUJJUFAN

AAP દ્વારા સરકારી સંપત્તિની વહેંચણી ના વિરોધમાં ઠેર ઠેર લગાવ્યા બેનરો, “જનતા બેહાલ, ભાજપ માલામાલ”

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવા કરી રહી છે, અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી પર છે.

અલગ અલગ જિલ્લા, તાલુકા અને શહેરોના લોકો સાથે સામાજિક અગ્રણીઓ અને અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. અને દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે.

લોકો હવે ભાજપ સરકારથી કંટાળીને મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે, જેને લીધે આમ આદમી પાર્ટી મજબૂત બની આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે, તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઈ લાગી રહ્યું છે.

સરકાર દ્વારા દેશમાં મોટા પાયે સરકારી મિલ્કતોનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે 6 લાખ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઈપલાઈન ની જાહેરાત કરી છે.

સરકારનું કહેવું છે કે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને સામેલ કરી સંસાધનો એકત્રિત કરવામાં આવશે અને મિલકતો વિકસાવવામાં આવશે. જાણો, હવે રેલ્વે ટેલિકોમ સહિત 13 મિલકતોમાં સરકાર કેટલો હિસ્સો વેચી રહી છે.

આ ખાનગી કરણ ને લઇ ને આમ આદમી પાર્ટી દ્વારા અને આમ આદમી પાર્ટી યુથ વિંગ સુરત દ્વારા સરકારી સંપત્તિ વેચવા બાબતે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ બેનર લગાવીને અનોખી રીતે વિરોધ કરી રહી છે.

સાથે આ બેનરમાં લખ્યું છે કે, “જનતા બેહાલ, ભાજપ માલામાલ” આર્થિક તંગીના રીતે એક બાજુ ભાજપ સરકાર દેશની સંપત્તિ વેચી રહી છે, અને બીજી બાજુ ભાજપની આવક વધી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *