હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તે પહેલા ડખા, કાર્યક્રમમાં આ દિગ્ગજ નેતાઓ હાજર નહીં રહે. !

હાર્દિક પટેલ આજે વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાશે. હાર્દિક પટેલ આજે આ કાર્યક્રમના પોસ્ટર સામે આવ્યા છે. જેમાં કાર્યક્રમની માહિતી આપી છે હાર્દિક પટેલ ભાજપમાં જોડાવાના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે યોજાશે. મહત્વનું છે કે, હાર્દિક પટેલના આ વેલકમ પાર્ટી કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર નહીં રહે.

માત્ર સી.આર. પાટીલ ના પ્રદેશ અધ્યક્ષ ની હાજરીમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે. આ સાથે ભાજપ પ્રમુખ નેતાઓની હાજરી કાર્યક્રમમાં રહેશે. કમલમ ખાતે યોજાનારા આ કાર્યક્રમની તૈયારી બે દિવસ પહેલા શરૂ કરી દેવામાં આવી હતી.

હાર્દિક પટેલને ભાજપમાં જોડાવાના કાર્યક્રમમાં પોસ્ટમાં માહિતી અપાઈ છે કે, હાર્દિક પટેલ આજે બાર વાગ્યે વિધિવત રીતે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે. ત્યારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કે કાર્યક્રમમાં હાજર રહેશે નહીં.

હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મા પર ભાજપમાં જોડાવા ને લઈને મહત્વના સમાચાર સામે આવી ગયા છે. હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટ અલગ અલગ સમયે ભાજપમાં જોડાશે.

શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગે અને હાર્દિક પટેલ 12 વાગ્યે ભાજપમાં જોડાશે. જોકે આ પહેલા બન્ને એક જ સમયે ભાજપમાં જોડાવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ આ કાર્યક્રમનો બદલાવ થયો છે. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે.

તેમ-તેમ રાજકારણના માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે પક્ષ પલટાનો પણ શરૂ થઇ ગયો છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આજે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે, આજે તેઓ બાર વાગ્યે વિધિવત્ રીતે ભાજપમાં જોડાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *