ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના રાજીનામા બાદ રાજકીય હલચલ શરૂ થઇ છે. ત્યાર બાદ રાજ્યમાં નો રિપીટ થિયરી સાથે નવી સરકારની રચના કરવામાં આવી છે. એટલે કે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની સરકારના તમામ નવા અને યુવાન મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ આગામી 2022 ચૂંટણીને લઈને ભાજપ હાઈ કમાન્ડે એક્શનમાં આવી ગયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવી સરકારની જેમ ધારાસભ્યોમાં પણ નો રિપીટ થિયરી લાગુ થઈ શકે છે. એટલે કે વિજય રૂપાણી સરકાર ના ધારાસભ્ય માંથી 60 ટકા અને પડતી મૂકીને નવા ટિકિટ આપવામાં આવી શકે છે.
ગુજરાત રાજ્યના રાજકારણની હાલની સ્થિતિ જોતા એવું જણાઈ રહ્યું છે કે, નવી સરકાર નવા નિયમ એટલે કે રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવેલા જૂના નિર્ણયમાં ફેરફાર કરી નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.
તાજેતરની કેબિનેટ બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ તમામ મંત્રીઓ અને અધિકારીઓને ઓફિસમાં હાજર રહેવાની છે. સુચના આપી છે જો કે રૂપાણી સરકાર સમયે આ પ્રકારનું કોઈ નિયમ ન હતો બીજી તરફ નવા મંત્રીઓ પણ ચાર્જ સંભાળતાની સાથે જ કામે લાગી ગયા છે.
શિક્ષણ આરોગ્ય સહિતના અનેક મુદ્દા પર કડક અને સહાય કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ટિકિટ માટેની ગતિવિધિઓને ગણગણાટ શરૂ થઈ ગયો છે.
150થી વધુ વિધાનસભા બેઠક જીતવાના લક્ષ્યાંક પાર પાડવા ગુજરાતમાં પોતાની રીતે નિર્ણય લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહના વિશ્વાસ જીતી લીધો હોવાનું મનાઈ રહ્યું છે
કેમ કે, હાલમાં ભાજપની પ્રદેશ ટીમની રચના માં પાર્ટી પસંદગી ચાલી હતી એટલું જ સંગઠન અને મહામંત્રી માં પણ ભીખુભાઈ દલસાણીયા ને બદલે રત્નાકાર ને મુકવામાં આવ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!