ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા ભાજપમાં ગાબડું , બે આગેવાનો રાજીનામું આપી જોડાયા આ પાર્ટીમાં..

ગાંધીનગર મનપાની ચૂંટણી એટલા માટે રસપ્રદ બની રહી છે. કારણ કે આ ગૃહમંત્રી અમીત શાહ સંસદીય વિસ્તાર છે. ગાંધીનગરમાં પાવર કેસરિયો લહેરાવવા ભાજપ સ્થિતિનો તાગ મેળવી રહી છે. ગુજરાતમાં આપની એન્ટ્રી થી આમ આદમી પાર્ટીમાં રાજકારણમાં હલચલ થઇ છે. સુરતમાં આપના જોરદાર પ્રદર્શન બાદ હવે વિધાન સભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પણ ગાંધીનગરને ઝાડુથી સ્વાગત કરવાની તૈયારી કરી રહી છે.

ત્યારે ભાજપ ચૂંટણી પહેલા મોટો ફટકો પડ્યો છે. વિજય સિંહ વાઘેલા, ગિરીશ વાઘેલાએ રાજીનામું ધરી દેતા ભાજપને ઝટકો લાગ્યો છે. ગાંધીનગર મનપાની ચૂંટણી ટાણે ભાજપમાં ગાબડું પડયું છે.

પેથાપુર પૂર્વ સરપંચના પુત્ર વિજય સિંહ વાઘેલા ઘણા સમયથી ગાંધીનગર જિલ્લામાં ભાજપના સક્રિય કાર્યકર્તા હતા. તો બીજી તરફ રાજીનામું આપનાર ગીરીશ વાઘેલા ભાજપ યુવા મોરચાના મંત્રી હતા.

જે પણ ઘણા સમયથી ભાજપ માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા. અને ચૂંટણી પહેલા રાજીનામું આપી દેતા અનેક અટકળો શરૂ થઇ રહી છે. બીજી તરફ વહેતી થઈ છે કે, બંને આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે.

વર્ષોથી ભાજપ માં દિવસ રાત એક કરીને કામ કરતા કાર્યકર છુટા પડતા ગાંધીનગર મનપામાં ભાજપ માટે બેટિંગ કરવી અઘરી બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીઓ નજીક આવતા રાજનીતિ શરૂ થઈ ગઈ છે.

એવામાં ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય અગ્રણીઓએ પક્ષ અને વિરોધ પક્ષ અને નબળા પાસા પણ શોધવા માંડ્યા છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં તનતોડ રાજનીતિ શરૂ થઈ જતી હોય છે.

ત્યારે દર વખતની જેમ કોંગ્રેસ આ વખતે પણ પોતાના કાર્યકરોને સાચવવામાં થાપ ખાઇ શકે તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ઉડીને લઇ આમ આદમી પાર્ટી સક્રિય જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *