ગુજરાતમાં આનંદીબેન બાદ ફરી વાર પાટીદારના હાથમાં રાજ્ય નો પાવર આપવામાં આવ્યો છે. રાજ્યમાં નીતિન પટેલ સહિતના નેતાઓ નું નામ સીએમની રેસમાં આગળ ચાલી રહ્યું હતું ત્યારે પીએમ મોદી અને અમિત શાહ પરિવાર ગુજરાતને સરપ્રાઇઝ આપ્યું છે. ઘાટલોડિયાના ધારાસભ્યો અને દાદા તરીકે ઓળખાતા ભુપેન્દ્ર પટેલ આવતીકાલે શપથ લઈને રાજ્યના મુખ્યમંત્રી બની જશે.
ત્યારે પાટીદાર સમાજમાં ભુપેન્દ્ર પટેલ ના નામની જાહેરાત બાદ સંતોષની લાગણી જોવા મળી રહી છે. પાટીદાર સમાજની બે મોટી સંસ્થા ઊંઝા અને ખોડલધામ તરફથી ઉપેન્દ્ર પટેલ ને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે.
ભુપેન્દ્ર પટેલ ના નામની જાહેરાત બાદ ઉમિયાધામ ના ચેરમેન જયરામભાઈ પટેલે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના કેન્દ્રીય બોર્ડ અમારી માંગણી સ્વીકારી અને સમાજને સ્વીકાર થાય તેવા ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની શાસનની ધૂરા સોંપી છે.
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ભુપેન્દ્ર પટેલ ની શુભેચ્છા પાઠવવામાં આવી છે. ઉમિયા સંસ્થાના પ્રમુખ મણીભાઈ પટેલે કહ્યું હતું કે, કડવા પાટીદાર મુખ્યમંત્રી બન્યા તેનો આનંદ હોય મુખ્યમંત્રી બન્યા તેનો આનંદ હોય, પણ મુખ્યમંત્રી બન્યા પછી તમામ જ્ઞાતિ અને જાતિ ને સાથે રાખી ને ચાલે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર લગાવવામાં આવી છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે. અને આનંદીબેન પટેલના નજીક ગણાય છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય બન્યા તેમણે 117,000 મતદાનનો રેકોર્ડ માર્જીનથી જીત મેળવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!