ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદની લીધી શપથ, ચૂંટણી પહેલા કરશે આ મોટું કામ..
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીએ તેના મુખ્યમંત્રી બદલ્યા છે. પટેલ સમાજના ભુપેન્દ્ર પટેલ ને તક આપવામાં આવી છે. ફરી એક વખત નીતિન પટેલને મુખ્યમંત્રી બનવાનું સપનું અધુરું રહી ગયું છે. આ સિવાય દેશમાં ઘણાં નામો ચાલી રહ્યા હતા, પરંતુ ભુપેન્દ્ર પટેલ બાજી મારી ગયા છે.
ભુપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ભૂપેન્દ્ર પટેલે સોમવારે બપોરે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ભારતીય જનતા પાર્ટીએ વિજય રૂપાણી ની બદલી કરીને વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા.
ભૂપેન્દ્ર પટેલ નું નામ દરેકને ચોંકાવનારું હતું. ભૂપેન્દ્ર પટેલ ના સ્વર ગ્રહણ દરમ્યાન અમિત શાહ શિવરાજ સિંહ ચૌહાણ, મનોહરલાલ ખટ્ટર, પ્રમોદ સાવંત અને ભાજપના અન્ય મોટા નેતા હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે, ભુપેન્દ્ર પટેલ ની ખાસિયત છે કે તેઓ મૃદુભાષી છે અને સૌમ્ય સ્વભાવ ધરાવે છે. હમણાં જ લોકાર્પણ થયેલા સરદારધામ ટ્રસ્ટી, સ્કૂલ બોર્ડ અમદાવાદના 2008 થી 10 સુધી ચેરમેન રહ્યા હતા.
ભુપેન્દ્ર પટેલ ગુજરાતના સીએમ બન્યા અને ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદની શપથ લીધી છે. ચૂંટણી પહેલાં ગુજરાતમાં ઘણા મોટા ફેરફાર થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
સમગ્ર મામલે નીતિન પટેલે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત લીધા બાદ એવું કહ્યું હતું કે, અમે હવે સાથે મળીને કામ કરીશું.
ઉપરાંત તેમને ભૂપેન્દ્ર પટેલે પોતાના મિત્ર ગણાવીને કહ્યું કે, તેમને સલાહ સુચન આપવાની મારી ફરજ છે. સાથે જ તેમણે કહ્યું કે પાર્ટી અને કાર્યકર્તાઓ માટે હું હંમેશા સાથે ઉભો છું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!