વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી એકાએક આપેલા રાજીનામા બાદ રવિવારે બપોરે કમલમ ખાતે મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં ભુપેન્દ્ર પટેલ ને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યું હતું. ઘણા લાંબા સમયથી ભાજપથી નારાજ ચાલી રહેલ પાટીદારોને ખુશ કરવા ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી બનાવાયા હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.
થોડા સમય પહેલાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને પાટીદાર સમાજનો સીએમ હોવો જોઈએ. તે નિવેદનને લઈને વિવાદ સર્જાયો હતો. એ બાદ પાટીદાર મુખ્યમંત્રી બનતા પાટીદારોની દિગ્ગજ પાંચ સંસ્થાઓએ ભુપેન્દ્ર પટેલ ને શુભકામનાઓ પાઠવી હતી, અને સંસ્થાઓના પ્રમુખ કહી રહ્યા છે.
કે ભુપેન્દ્ર પટેલ માત્ર પાટીદાર નહીં સમગ્ર સમાજના નેતા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ આર પી પટેલે કહ્યું કે, ભુપેન્દ્રભાઈ અમારી સંસ્થા પાયાના કાર્યકર છે.
અને ટ્રસ્ટી તથા દાતા પણ છે એ માત્ર પાટીદાર ના નહીં પરંતુ સર્વ સમાજના મુખ્યમંત્રી છે. ઉમિયા માતાજી સંસ્થાન મંત્રી દિલીપ પટેલ નેતાજીએ કહ્યું હતું કે, ઘણા સમયથી પાટીદારોને અપેક્ષા હતી તે પૂરી થઈ છે.
સરદારધામ અમદાવાદના પ્રમુખ કહ્યું કે ભુપેન્દ્રભાઈ અમારી સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી છે, અને ખૂબ સારા કાર્યકર છે. તેઓ ખૂબ સારી રીતે 6.5 કરોડ ગુજરાતીઓનું કામ કરશે.
ઉમિયા માતાજી મંદિર સિદસર ના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયા એ કહ્યું હતું કે, કડવા પાટીદાર સમાજ નો દીકરો મુખ્યમંત્રી બન્યો એનું સ્વભાવિક રીતે આનંદ છે.
ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ટ્રસ્ટી રમેશભાઈ કહ્યું કે, પાટીદાર સીએમ બન્યા છે અને તેઓ સર્વ સમાજનું કામ કરશે, પ્રજાહિતના કામો કરશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!