ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે, અમિત શાહ સાથે કરી બેઠક, રાજકારણમાં નવાજૂનીના એંધાણ..

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. આજે દિલ્હીની મુલાકાતે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી પદ કાર્યભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી પીએમ મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા છે. આજે 4:00 ભુપેન્દ્ર પ્રથમ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત લેશે.

અમિત શાહે ભુપેન્દ્ર પટેલ ના મુખ્યમંત્રી પદની શુભેચ્છા પાઠવી. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીની મુલાકાત લે તે પહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે પણ મુલાકાત લીધી હતી.

તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદસાથે પણ મુલાકાત કરી હતી. ઉપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરશે. તેવો સાંજે છ વાગ્યે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર સાંજે એટલે કે રાત્રી એ દિલ્હી થી અમદાવાદ પરત ફરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજકારણનો ઉથલપાથલ બાદ સિનિયર નેતાઓ અવગણના કરી મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરાઈ છે.

આ સ્થિતિમાં ચુંટણી ની ગણતરી ના મહિના માં યોજાવાની છે. ત્યારે મુખ્યમંત્રી ચાર્જ સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સૌપ્રથમવાર દિલ્હી પહોંચી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી.

અને આ મુલાકાત મહત્વની ગણવામાં આવી રહી છે. આ મુલાકાત ગુજરાત મોડલ અને અગામી ચૂંટણીને લઈને કઈ રીતે રાજ્યમાં શાસન ચલાવવું તે મુદ્દે ચર્ચા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *