ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાનગી સ્કૂલોમાં ફી મુદ્દે આપ્યું મોટું નિવેદન, જાણો.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટ બેઠક મળી હતી. બેઠકમાં ધોરણ 6 થી 8ની સ્કૂલ ઓફ લાઇન શરૂ કરવા મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આગામી 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ની ઓફલાઈન સ્કૂલ શરૂ થશે. આ માટે મહામારીની ગાઈડલાઈન ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ ઉપરાંત તેમણે આજે ખાનગી સ્કૂલોમાં ફીમાં રાહતના મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું હતું ભૂપેન્દ્રસિંહ જણાવ્યું હતું કે, વાલી મંડળે ફી મુદ્દે પીટીશન કરી છે, તેનો અભ્યાસ કરીને ફી મુદ્દે નિર્ણય કરીશું.
તેમણે કોર્ટમાં પિટિશન થયું હોવાથી વધુ બોલવાનું ટાળ્યું હતું, તેમજ અમે કોર્ટમાં અમારો પક્ષ પણ રાખીશું તેમ જણાવ્યું હતું. નોંધનીય છે કે, વાલી મંડળ દ્વારા હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી આવ્યું છે. અને ખાનગી સ્કૂલોમાં 50% ફીમાં રાહત માંગણી કરવામાં આવી છે.
ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થશે. આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, 6 થી 8 ધોરણ ની શાળાઓ 2 સપ્ટેમ્બરના રોજ શરૂ કરાશે.
અંદાજે 32 લાખ થી વધુ બાળકોનું શિક્ષણ કાર્ય શરૂ થશે. પ્રત્યક્ષ સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. 50 ટકા હાજરી સાથે એસઓપી નું પાલન કરવાનું રહેશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!