ગાંધીનગર ની ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ, ભાજપના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા..

ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ફરી એક વખત રાજકારણમાં હલચલ થાય છે. અને ચૂંટણી પહેલા જ નેતાઓનો પક્ષ બદલાવવાનો દોર શરૂ થઇ ગયો છે.

તેવામાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના 18 દિવસ પહેલાં જ પેથાપુર ગામના પૂર્વ સરપંચ અને બે ટર્મ નગરપાલિકાના પ્રમુખ રહી ચુકેલા રણજીત સિંહ વાઘેલાએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા મેસેજ ને લઈને ભાજપમાં ભડકો થયો છે.

રણજીતસિંહ વાઘેલા આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, રણજીત સિંહ વાઘેલાએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા મેસેજમાં લખ્યું

હતું કે, 2005, 2013 અને 2016માં ભાજપની નગરપાલિકા બનાવી 2018 ની સીટ હોવાથી પેટાચૂંટણીમાં તન-મન-ધનથી ખર્ચો કર્યો હતો.

તેમને ઉપર લખ્યું હતું કે, આ પેટા ચૂંટણીમાં હાલના આયાતી ઉમેદવારને કોંગ્રેસને જીતાડી હતી. પણ મારા પ્રયત્નો થી પેથાપુર નગરપાલિકા ભાજપ શાસિત બનાવી

2001 થી લઈને 2020 સુધીના સમયમાં પાણીના સાત ટ્યુબવેલ બનાવ્યા તમામ જર્જરિત થયેલી શાળાઓનું રીપેરીંગ કરાવ્યું અને ઘેર ઘેર કુલ 2500 જેટલા ટોયલેટ બનાવીને મુખ્યમંત્રી ના હાથે પ્રમાણપત્ર મેળવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *