રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ઊથલપાથલ બાદ હવે સ્થિતિ સામાન્ય બની ગઈ છે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શપથ લઇ લીધા બાદ નામ રાજ્યના નવા બનેલા મંત્રીઓએ પણ શપથ લઈ લીધા છે અને રાજ્યના સૌ મંત્રીઓ પણ કામે લાગી ગયા છે ત્યારે સૌથી મોટો પડકાર હોય તો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સામે છે.
આ પડકાર ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોની 28 ટકા ફી માફ કરવાનો છે. હવે એ સવાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કે શું જીતુ વાઘાણી 28 ટકા ફી માફ કરાવી શકશે. છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે.
ઓનલાઇન શિક્ષણ કોઈ અસરકારક વિકલ્પ બચ્યો નથી. એ જ કારણ છે કે વર્ષ 2020માં શાળાઓમાં ફી માફીનો મુદ્દો જોર જોરથી ચાલી રહ્યો છે. એટલે સુધી કે વાલીઓ શાળાના સંચાલકો સામે વિરોધ પણ કરી રહ્યા છે.
અને વાલીઓના વિરોધ બાદ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે ખાનગી શાળામાં 25 ટકા ફી માફી આપવાનો આદેશ પણ આપ્યું હતું. જોકે આ વખતે પણ વર્ષ બદલાતા મહામારીની બીજી લહેર આવી અને શાળાઓમાં શિક્ષણ બંધ રહ્યું હતું ફરી શાળાઓમાં ફી મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે.
એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આદેશ આપ્યો હતો કે ખાનગી શાળામાં 25 ટકા ફી માફી આપવી પડશે.
હાલ મહામારી ના કેસ કરતા ધોરણ-6 થી ધોરણ 12ના ઓફલાઈન વર્ગો તબક્કાવાર શરૂ થઈ ગયા છે. જો કે ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ થયા નથી.
ત્યારે જીતુ વાઘાણી પાસે વાલીઓને અપેક્ષા વધુ છે. તેવામાં વાલીઓ આ માંગને નવા શિક્ષણ મંત્રી સંતોષી શકશે કે, કેમ તે જોવાનું રહ્યું !
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!