રૂપાણી સરકારનો મોટો નિર્ણય, આ કાર્યક્રમો યોજવાની આપી મંજૂરી..

ગુજરાતમાં ડીજે મ્યુઝિક બેન્ડ અને ગાયકો માટે સારા સમાચાર આવ્યા છે. લોકડાઉન બાદ હવે ધીમે ધીમે નિયંત્રણ હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, હવેથી ગુજરાતમાં ડીજે મ્યુઝિક બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે.

આજે ગુજરાતમાં સીએમ રૂપાણી ના વડપણ હેઠળ કેબિનેટ બેઠક મળી હતી જેમાં અગત્યની ચર્ચા વિચારણા થઇ હતી. હવે મહામારી ના કેસ ગુજરાતમાં નિયંત્રણ આવી ગયા હોવાથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ લોકડાઉન દરમિયાન આ તમામ વ્યવસાયના મોટો ફટકો પડ્યો હતો. પણ હવે પ્રથમ વખત છૂટ મળતા તમામ પ્રકારના કાર્યક્રમ શરૂ થાય તેવી વ્યવસ્થા થઈ છે.

મારામારીની બીજી લહેર વખતે રાજ્યમાં વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હતા. જો કે મહામારી ના કેસ ઓગસ્ટ મહિનાથી ધીમે ધીમે કંટ્રોલમાં આવી જતા પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા, તે હટાવવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં હા રાત્રીના અગિયાર વાગ્યાથી નાઈટ કફ્ર્યુ જેવા નિયમો લાગુ છે. નોંધનીય છે કે, સૂત્રો અનુસાર અને કેબિનેટ બેઠકમાં અંબાજી યોજાતા જ પ્રખ્યાત ભાદરવી પૂનમના મેળાને લઇને ચર્ચા કરવામાં આવે તે સૂત્રો અનુસાર માનવામાં આવી રહ્યું છે.

આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાશે નહીં. જો કે મંદિર ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે. પૂનમના મેળામાં લાખો લોકો ભેગા થતા હોય છે, ત્યારે મહામારી ના વાયરસ ના કારણે આ કાર્યક્રમ બંધ રહેશે તેવું લાગી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *