મોટી આફતના એંધાણ ! દરિયો બન્યો ગાંડોતૂર, 15 ફૂટ ઊંચા મોજા ઉછળયા…

ગુજરાતમાં હાલ વરસાદ સિસ્ટમ સક્રિય છે. તેમાં પણ વળી દરિયામાં ભરતીનો સમય હોવાથી દરિયો ગાંડોતુર દૂર બન્યો છે. ગુજરાતનું 1600 કિલોમીટર લાંબો દરિયો તોફાને ચડ્યો છે. લો પ્રેશર સર્જાતા ભારે પવનના સુસ્વાટા સાથે કરંટ દેખાય છે. દરિયામાં ભારે કરંટ ના લીધે 15 ફૂટ સુધી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો તોફાની બનતા દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડનો દરિયા કિનારે તોફાની માહોલ જોવા મળી રહ્યો છે.

દરિયા ના પાણીએ અનેક જગ્યાએ કિનારા વટાવ્યા છે. તોફાની દરિયો અને ઝડપી પવનને કારણે દરિયા કિનારાના કેટલાક ઘરને પણ નુકસાન થયું છે. લોકોને સ્થળાંતર માટેની ચેતવણી આપવામાં આવી છે, તો બીજી તરફ દરિયામાં પણ લો પ્રેશર સિસ્ટમની અસર જોવા મળી રહી છે.

ગીર સોમનાથનો દરિયો પણ ગાંડોતુર બન્યો છે. ભારે પવનને કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં ઉછળતા મોજાની સાથે 50 કિલો મીટર ની ઝડપ થી પણ વધારે પવન ફૂંકાયો છે. અરબી સમુદ્રમાં ભારે કરંટથી અનેક બોટ નુકસાન થયું છે.

એ જ રીતે દ્વારકામાં પણ દરિયાકાંઠે 12 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીના પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જુનાગઢમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે

. હવામાન વિભાગની આગાહી અનુસાર ગાજવીજ અને વાવાઝોડા સાથે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે. કચ્છ, દાહોદ, પંચમહાલ, મહી સાગરમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જામનગર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, વલસાડમાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 48 કલાક લો પ્રેસર પશ્ચિમ તરફ આગળ વધશે જેને કારણે કાલે પણ રાજ્યમાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *