Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોટું ગાબડું / 140થી વધુ કાર્યકર્તાઓએ પાર્ટી સાથે છેડો ફાડી, જોડાયા આ પાર્ટીમાં.. - GUJJUFAN

મોટું ગાબડું / 140થી વધુ કાર્યકર્તાઓએ પાર્ટી સાથે છેડો ફાડી, જોડાયા આ પાર્ટીમાં..

કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે દોઢસોથી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં રાહુલ ગાંધીના આગમનની તૈયારી માટે કોંગ્રેસ ભવનમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેની વચ્ચે બીજી તરફ મહેસાણા પંથકમાં કોંગ્રેસ ના આગેવાનો એ પાર્ટીને ટા ટા કહી અને કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો છે.

અંદાજે દોઢસોથી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ માટે મોટો ઝટકો સામે આવ્યો છે.

લાંબા સમયથી પાર્ટીમાં થતાં અવગણનાને કારણે કોંગી નેતાઓ ભાજપ માં જવાનું મન બનાવ્યું હતું.

મહેસાણા કોંગ્રેસ પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા છે. અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે પકડતા નો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે આગામી સમયમાં કેટલાક આગેવાનો હજુ પણ ભાજપમાં જોડાશે.

તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ વખતે કોંગ્રેસની સાથે દોઢસોથી વધુ કાર્યકર્તાઓએ છેડો ફાડી અને ભાજપના કમલમ ખાતે કેસરીયો ધારણ કર્યો છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પક્ષો દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે પગ નો દોર પણ સાથે સાથે શરૂ થઈ ગયો છે. માનવામાં આવી રહ્યું છે. હજી કેટલાક કાર્યકર્તાઓ ભાજપ માં જોડાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *