ખેલૈયાઓ માટે આવ્યા મોટા ખુશી ના સમાચાર, નવરાત્રીને લઈને સરકારે કરી આ મોટી જાહેરાત, હવે ખેલૈયાઓ કુદી કુદીને નાચશે..

મહામારીના બે વર્ષ નવરાત્રીની જાહેર ઉજવણી બંધ રહ્યા બાદ હવે આ વર્ષે નવરાત્રી ધામધૂમથી ઉજવણી થવાની છે જેની ખેલૈયાઓએ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જોકે રાજકોટમાં આ વર્ષની નવરાત્રી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં ખેલૈયાઓ નવરાત્રીમાં રાત્રે 12:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા રમી શકશે. રાજકોટ પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

ઉલ્લેખનીય છે કે પહેલા દસ વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી હતી. જેને કારણે ખેલૈયાઓ અને આયોજકોમાં નારાજગી ઊભી થઈ હતી. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા નવરાત્રી સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં નવરાત્રી દરમિયાન ગરબા માત્ર રાત્રિના દસ વાગ્યા સુધી ચાલુ રાખવાની સૂચનાઓ જાહેર કરાઈ હતી. આ સૂચનાઓ અંગે પોલીસ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. રાત્રિના દસ વાગ્યા બાદ પ્રોગ્રામ ચાલુ રાખવામાં આવશે,

તો કાર્યવાહી પણ કરવાનું આદેશ આપ્યો હતો. જો કે હવે આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે. નવરાત્રીનું આયોજન કરતા આયોજકોએ ગરબા ગ્રાઉન્ડ પર રાખવામાં આવતી ખાનગી સિક્યુરિટી અને સીસીટીવી સહિત વિગતો રવિવાર સુધીમાં પોલીસને જમા કરવાની રહેશે,

જો વિગતો પોલીસને રવિવાર સુધી આપવામાં આવે તો ગરબા આયોજકોને મળેલી પરવાનગી રદ કરવા સુધીની કાર્યવાહી પણ પોલીસ કરશે. નવરાત્રીમાં રાત્રે 12:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા રમી શકશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.