વૈશ્વિક બજારમાં ભાવમાં ઘટાડા વચ્ચે દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડવા માટે લોકો રાહ જોઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વૈશ્વિક બજારમાં બેન્ડ ક્રુડ અને ડબલ્યુટીઆઇ બંનેના ભાવ નરમ પડ્યા છે. સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ ભાવ મુજબ આજે દિલ્હી મુંબઈ સહિત દેશના ચાર મહાનગરોમાં તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
જો આપણે કાચા તેલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં બેન્ડ ક્રુડ કિંમત ઘટીને 92.27 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. ડબલ્યુટીઆઈ ના દર પણ ઘટીને 85.96 ડોલર પ્રતિ બેરલ નોંધાયા છે.
દિલ્હીમાં c મુંબઈમાં પેટ્રોલ 106.35 અને ડીઝલ 94.28 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 102.63 અને ડીઝલ 94.24 પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલ 106.3 રૂપિયા અને ડીઝલ 92.76 પ્રતિ લીટર છે.
રાજસ્થાન શ્રી ગંગાનગરમાં એક લિટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલની કિંમત 98.24 પ્રતિ લિટર છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.
વિદેશી વિનિમય દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં વધારો કરવામાં આવે છે. તે પછી નવા ભાવ સવારે છ વાગ્યે બહાર પાડવામાં આવે છે.
પેટ્રોલ 96.72 અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડવા માટે લોકો રાહ જોઈ રહ્યા છે. તમે ઘરે બેઠા એસએમએસ દ્વારા તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!