Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોટા સમાચાર / વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે આપ્યું મોટું નિવેદન - GUJJUFAN

મોટા સમાચાર / વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે આપ્યું મોટું નિવેદન

દેશમાં 2024 સંસદીય ચૂંટણી નિશ્ચિત કરી શકતી ઉત્તરપ્રદેશ સહિતના પાંચ રાજ્યોની ચૂંટણી માટે રાજકીય પક્ષો અગાઉથી જ એકશન માં આવી ગઈ છે. અને હવે ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે, અને હવે આ માસના અંત કે આગામી માસના શરૂઆત માં પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થઇ શકે છે. આવતીકાલે ચૂંટણી પંચની ટીમ પંજાબમાં મુલાકાતે જઇ રહી છે.

અને રાજ્યના ચૂંટણી તંત્ર સાથે તથા રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરશે, તથા સંભવિત તારીખો અંગે પણ ચર્ચા વિચારણા કરશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ ચંદા અને બે ચૂંટણી કમિશનર અનુપ દેવેન્દ્ર પાંડે તથા રાજીવકુમાર પંજાબ આગામી સપ્તાહ ગોવા અને પછી ઉતરાખંડ ની મુલાકાતે જનાર છે.

અને તે મણિપુર તથા આખરી મુલાકાત ઉત્તર પ્રદેશની લેશે. અને ચાલુ માસમાં આ મુલાકાતનો દોર પૂરો કરીને પછી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કે પખવાડિયામાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરશે.

આ તમામ રાજ્યો અને તેમની આખરી મતદાન યાદીની પહેલી જાન્યુઆરી સુધીમાં પ્રસિદ્ધ કરી દેવાની સૂચના આપે છે. ઉત્તર પ્રદેશમાં હાલ માટે તારીખ 5 જાન્યુઆરી 2022 ની ડેડલાઇન છે,

જે બાદ ચૂંટણી જાહેર થશે. ઉપરાંત પંચાયત તમામ પાંચ રાજ્યોમાં સ્થાનિક તહેવારો કે ઉત્સવો ની માહિતી પણ મેળવી લીધી છે. જોકે આ સમયમાં કૃષિ પ્રવૃત્તિ ઓછી રહે પણ તે મુદ્દો ધ્યાનમાં લેવાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *