Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોટા સમાચાર / 2022 વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે આ દિગ્ગજ નેતાની કરી વરણી. - GUJJUFAN

મોટા સમાચાર / 2022 વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે આ દિગ્ગજ નેતાની કરી વરણી.

ઉપલેટા માર્કેટીંગ યાર્ડની ચૂંટણી થયાને એક મહિના ઉપરાંત સમય વીતી ગયો હતો પરંતુ સરકારી પ્રતિનિધિઓના નામ ન આવતા મોડી મોડી ગઇકાલે ચૂંટણી યોજવામાં આવેલ હતી. ચૂંટણી પહેલા રજૂઆતો થઇ હતી પરંતુ ચેરમેન તરીકે પાંચ જેટલા દાવેદારોએ પોતે ચેરમેન થાય તે માટે એડીચોટીનું જોર લગાવી આગેવાનો પાસે રજૂઆત કરી હતી.

આવી જ રીતે વાઇસ ચેરમેન માં પણ રજૂઆતો થયેલ હતી પરંતુ ધારાસભાની ચૂંટણી આવનાર હોય અને ચૂંટણીને ધ્યાનમાં રાખી ઉપલેટા શહેર

અને તાલુકામાં પાટીદારના મત અંકે કરવા ચૂંટણીમાં લાયકાત ને બદલે અને ધ્યાનમાં રાખી હોદેદારોને મેન્ડેટ આપવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગઈકાલે ચૂંટણીમાં ચેરમેન તરીકે જિલ્લા પંચાયતના સદસ્ય જયંતીભાઈ અને ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે હરીભાઈ ઠુંમર ચૂંટાઇ આવ્યા હતા.

બંને આગેવાનોએ ચૂંટાઇ આવતા ભાજપના આગેવાનોએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.આ અંગે કોંગ્રેસના શહેર પ્રમુખ જણાવ્યું હતું કે, ભાજપ સત્તા અને અને સમાધાનકારી વલણ અપનાવનાર પક્ષ છે.

ભાજપના પાયાનો સિદ્ધાંત છે કે આગેવાનને એક જ વધુ આપવા આમ છતાં મતના રાજકારણ ને ધ્યાનમાં રાખી ઉપલેટા યાર પંચાયતના સદસ્ય હોવા છતાં જયંતીભાઈ ને ચેરમેન પદ આપ્યું હતું.

યાર્ડમાં યોજાયેલા ચૂંટણી પ્રસંગે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાખરીયા, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા તેમજ યાર્ડ ના તમામ ડાયરેક્ટરો તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *