કેસર કેરીના ચાહકો માટે આવ્યા મોટા સમાચાર, આ વર્ષે સ્વાદ માણવા માટે ચૂકવવા પડશે આટલા બમણા રૂપિયા

કેસર કેરી ખાવાના શોખીનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આ વખતે કેરીના ભાવ બમણા ચૂકવવા પડશે વાવાઝોડાને કારણે ઝાડ મૂળમાંથી ઉખડી ગયા છે. જેના કારણે આ વર્ષે પૂરતો પાક આવ્યો નથી. જેને લઇને બમણો ભાવ ચૂકવવા પડશે કેસર કેરી નું જુનાગઢ બજારમાં આવક શરૂ થઇ ગઇ છે. પરંતુ ભાવ ગયા વર્ષ કરતાં વધારે અને રાજ્યના માર્કેટમાં રત્નાગીરી હાફૂસ કેરી અને તલાલા ગીર ની પ્રખ્યાત કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યના ખેડૂતો જણાવ્યા અનુસાર આ વાવાઝોડાને કારણે કેરી ના બગીચા બરબાદ થઈ ગયા છે. બગીચા તૈયાર થવામાં 5 થી 7 વર્ષ જેટલો સમય લાગે છે અને વાવાઝોડાને કારણે કેસર કેરી ની ખેતી કરતા ખેડૂતોને આશરે 2,000 કરોડનું નુકસાન થયું છે.

વાવાઝોડાને કારણે કેસર નુકસાન થયું છે. જેના લીધે આ વર્ષે કેરીના પાક ના ભાવ માં ખૂબ વધારો જોવા મળશે. નિષ્ણાતોનું માનવું છે કે, હજુ કેરીના ભાવમાં વધારો થશે

કારણકે સીઝનની શરૂઆતમાં કેરીની આવક ઓછી જોવા મળી છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષનાં કેરીના ભાવો 50 ટકાનો વધારો થયો હોવાનું કેરીના વેપારીઓએ જણાવ્યું કે હાલમાં પાટણ શહેરના બજારમાં બદામ કેરી 70 રૂપિયા કિલો,

સુંદરી 140 રૂપિયા કિલો, લાલ પટ્ટા 140 રૂપિયા કિલો, રત્નાગીરી હાફૂસ 250 રૂપિયા કિલો અને કાઠીયાવાડી કેસર કેરી 1100 રૂપિયા બોક્સ ના ભાવ રહ્યા છે. બાજુમાં કરીને વિવિધ જાતો નો બજારમાં ઉપલબ્ધ થઈ રહી છે.

ચાલુ વર્ષમાં કેરીના ભાવમાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જેથી કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર છે. કેરીનો સ્વાદ માણવા માટે આ વખતે બમણાં રૂપિયા ચૂકવવા પડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *