મોટા સમાચાર / ગુજરાતના આ દિગ્ગજ પાટીદાર નેતાઓની સુરક્ષા માં વધારો, મુખ્યમંત્રી બનાવાય તેવા સંકેત..

નીતિન પટેલના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ છે તેના પર સસ્પેન્સ યથાવત છે. અને રાજ્યમાં પાટીદાર મુખ્યમંત્રી આવે તેવી પ્રબળ શક્યતા છે. ત્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

નીતિન પટેલના ઘરે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને સુરક્ષાના ભાગરૂપે નીતિન પટેલના ગાડીની પણ તપાસ કરવામાં આવી છે.

એવામાં એવા સંકેત મળી રહ્યા છે કે નીતિન પટેલના ગુજરાતનું સિંહાસન સોંપી દેવામાં આવેલ જોકે અંતે ભાજપનું હાઇકમાન્ડ સરપ્રાઈઝ આપે તો પણ નવાઈ નહીં.

આજે ભાજપના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે જેવા નવા નામની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં વિજય રૂપાણી ના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોરદાર અસર જોવા મળી રહી છે.

રાજ્યમાં નવા મુખ્યમંત્રી ને લઈને તડામાર તૈયારી થઈ છે. સમગ્ર રાજ્યની નજર અત્યારે કામ પર છે. અને કહ્યું નામ સામે આવે તેની રાહ જોવામાં આવી રહી છે.

કેન્દ્રથી નરેન્દ્રસિંહ તોમર અને તરુણ ચુગ ગુજરાતમાં આવેલ છે અને પાટીલ ના નિવાસ્થાને આ મુદ્દે બેઠક કરવામાં આવી છે. આ બેઠક પહેલા એરપોર્ટ પર નરેન્દ્રસિંહ તોમરે મોટું નિવેદન આપ્યું હતું.

તો મને કહ્યું હતું કે, જે પણ મુખ્યમંત્રી હશે. તે ધારાસભ્ય માંથી જશે તો અમારે કહ્યું કે, ધારાસભ્યો સાથે ચર્ચા કરવામાં આવશે અને અમે પાર્ટી અધ્યક્ષ સાથે ચર્ચા કરી નવા મુખ્યમંત્રી અંગે ચર્ચા કરીશું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *