મોટા સમાચાર / કન્હૈયા કુમાર અને જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસનો હાથ પકડ્યો, કોંગ્રેસમાં જોડાવા ની સાથેજ આપ્યું મોટું નિવેદન
ગુજરાતની રાજનીતિ ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર કોંગ્રેસમાં જોડાયા છે. રાહુલ ગાંધી હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીના શહિદ પાર્ક ખાતે ભગતસિંહની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી આ બંને નેતાઓ કોંગ્રેસમાં સામેલ થતાં પહેલાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શહીદ ભગતસિંહ પહોંચ્યા હતા.
જ્યાં તેમણે ભગતસિંહની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કર્યા હતા. તથા કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી છેલ્લા ઘણા સમયથી આ ચર્ચાએ જોર પકડયું હતું કે, બન્ને નેતાઓ કોંગ્રેસમાં સામેલ થવાના છે.
આ બંને નેતા પંજાબ કોંગ્રેસમાં જેટલી માં જે ચાલી રહ્યું હતું તેને શાંત થવાની રાહ જોઇ રહ્યા હતા. શહીદ ભગતસિંહ ની જન્મ જયંતી ના રોજ કોંગ્રેસના સદસ્ય બનશે જેનાથી કોંગ્રેસને ઘણો ફાયદો થઈ શકે છે.
ચિંતાજનક વાત એ પણ છે કે, આજે નવજોત સિધ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી એકાએક રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસની નજર હવે વિધાનસભાની સાથે લોકસભાની ચૂંટણી પર પણ છે.
ચૂંટણી જીતવા માટે કોંગ્રેસના નવા યુવાન ચહેરાઓને પાર્ટીમાં સામેલ કરી રહી છે. જેથી 2024 માં તેઓ સત્તા હાંસલ કરી શકે કનૈયા કુમાર અને જીગ્નેશ મેવાણી ને પાર્ટીમાં સામેલ કરવાથી કોંગ્રેસને મોટા ફાયદા થશે.
કારણકે તેમના મોટા પ્રમાણમાં સમર્થકો છે. કન્હૈયા કુમાર વિશે જો વાત કરવામાં આવે તો તે બિહારના થી છે. વર્ષ 2019 માં તેઓ લોકસભા ચૂંટણી લડયા હતા.
જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા તેમ છતાં પાર્ટીનું માનવું છે કે બિહારમાં નવા ચહેરાની જરૂર છે. કન્હૈયા કુમાર એ વિદ્યાર્થી નેતા તરીકે સંગઠન બનાવવા નો અનુભવ છે.
જેથી બિહાર કોંગ્રેસ નેતા અમરિંદર સિંહ નું માનવું છે, કે કન્હૈયા કુમાર આવવાથી પાર્ટીને મોટો ફાયદો થશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!