Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
લસણના ભાવ ને લઈને આવ્યા મોટા સમાચાર, ભાવમાં ધરખમ વધારો થતાં માર્કેટ યાર્ડમાં ખેડૂતો ની પડાપડી - GUJJUFAN

લસણના ભાવ ને લઈને આવ્યા મોટા સમાચાર, ભાવમાં ધરખમ વધારો થતાં માર્કેટ યાર્ડમાં ખેડૂતો ની પડાપડી

લસણના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અમરેલીના માર્કેટ યાર્ડ માં લસણના ભાવ 110 રુપીયા થી લઈને 540 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. દરેક માર્કેટયાર્ડમાં લસણની સારી એવી આવક થઈ રહી છે. આ વર્ષે લસણની પાંચ હજાર બોરીની આવક માર્કેટમાં થઈ ચૂકી છે.

આ વર્ષે લસણનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયું છે, અને લસણ ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થતાં ભાવમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. જામનગરના માર્કેટ યાર્ડ માં લસણના ભાવ 90 રૂપિયાથી લઈને 495 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પહોંચી ગયા છે.

ગોંડલના માર્કેટ યાર્ડ માં લસણના ભાવ 211 રૂપિયાથી લઈને 541 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પહોંચી ગયા છે. રાજકોટ ના માર્કેટ યાર્ડ માં લસણના ભાવ 250 રૂપિયાથી લઈને 560 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે.

દરેક માર્કેટ યાર્ડ માં લસણના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો.

જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી.

આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે. તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે, અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે. આ ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં હજુ પણ લસણ ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *