સમાચાર

મોટા સમાચાર / શંકરસિંહ વાઘેલાએ શપથવિધિ પહેલા કર્યું મોટુ ટ્વીટ, રાજકારણમાં હલચલ…

ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની અંદર મોટી ઊથલપાથલ ચાલી રહી છે. રાજ્યમાં દોઢ વાગ્યે નવા મંત્રીમંડળમાં શપથ ગ્રહણ છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વિગત નેતા શંકરસિંહ વાઘેલાએ સૂચક નિવેદન આપ્યું છે.

ઇશારા ઇશારામાં શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કરીને સંદેશ આપવા પ્રયત્ન કર્યો હતો કે, યુદ્ધ એ જ કલ્યાણ ભારતીય જનતા પાર્ટી નવા મંત્રી મંડળ રિપિટ થીયરી લાગુ કરી છે. જે બાદ ઘણા સિનિયર નેતાઓ ના પત્તા કપાઇ ગયા છે.

જો કે ભાજપના નેતાઓ પાર્ટી જે નિર્ણય કરે તે શિરોમાન્ય છે તેવું કહી રહ્યા છે. ત્યારે શંકરસિંહ વાઘેલાનું વાયરલ થઈ રહ્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વાઘેલાએ કહ્યું કે, આજનું રાજકારણ મહાભારતથી ઓછું નથી પોતાના સિદ્ધાંતો અને સ્વાભિમાન પર આવે તો પોતાના જ પરિવારના કૌરવ સામે લડવું એ જ ધર્મ અને કર્મ છે.

આ ધર્મયુદ્ધ સ્વાભિમાનની રક્ષા અને સમગ્ર પ્રદેશની રક્ષા કાજે જરૂરી છે આવી પરિસ્થિતિ આવે તો અર્જુન તારે નિસંકોચ યુદ્ધ કરવું પડશે.

કોંગ્રેસનો ભાજપ સરકારના નિર્ણય પર આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા નું નિવેદન સામે આવ્યું હતું. આ નિર્ણય માત્ર ભાજપના છે પરંતુ આ નિર્ણય ગુજરાતના હિતમાં બિલકુલ નથી.

અગાઉ આજે અમદાવાદ અને ભાજપની બંન્ને મહત્વની બેઠક યોજાયા, બાદ ભુપેન્દ્ર પટેલ સી.આર પાટીલ ભૂપેન્દ્ર યાદવ વચ્ચે નવા મંત્રીઓ ના નામ લઈને છેલ્લી ઘડીનું મંથન કરવામાં આવ્યું હતું. જે બાદ ધારાસભ્યો મંત્રી બનાવવામાં આવ્યા છે, તેને ફોન આવવાના શરૂ થઈ ગયા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *