સમાચાર

અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી / 27 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર સુધી ગુજરાતમાં આ વિસ્તારમાં થશે, મેઘરાજાની ધોધમાર એન્ટ્રી..

ગુજરાતમાં અંબાલાલ પટેલ ની આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓકટોબર દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદના ઝાપટાં પડી શકે છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગ મધ્યપ્રદેશના ભાગ ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગ અને રાજસ્થાનના ભાગમાં સારો વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત 12 થી 15 ઓક્ટોબર પણ વાદળછાયું વાતાવરણ રહેશે. તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને લીધે ક્યાં સો ટકા વરસાદ પડ્યો છે.

નોંધનીય છે કે, સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના 50 ટકા વરસાદની ઘટ જોવા મળી હતી. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં પડેલા વરસાદને કારણે વરસાદની ઘટ માત્ર 19 ટકા જ નોંધવામાં આવી છે.

રાજ્યના જિલ્લા માં 40 ટકાથી વધુ વરસાદની ઘટ નોંધવામાં આવી છે. રાજ્યમાં ચોમાસું જામ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.

ત્યારે અમદાવાદમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે. આ દરમિયાન અમદાવાદમાં 25 થી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. હજુ પણ વરસાદની ચાલીસ ટકા ઘટ જોવા મળી છે.

જોકે રાહતની વાત એ છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જૂનથી અત્યાર સુધી અમદાવાદમાં કોઈ 655.7 મીમી વરસાદ નોંધાયો છે. આમ હજુ પણ અમદાવાદમાં સામાન્ય તથા 40 ટકા ઓછો વરસાદ પડયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *