ગુજરાતના પાટીદાર સમાજને ઓ.બી.સી.માં સમાવવા મુદ્દે સમાજમાંથી પણ માંગ ઉઠવા પામી છે. જેમાં શનિવારે કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી રામદાસ અઠાવલે ઓબીસીમાં પાટીદાર નો સમાવેશ ના કરી શકાય તેવું નિવેદન કર્યું હતું. તેના બાદ રવિવારે મહેસાણામાં પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવવા માટે માંગ ઉઠી છે.
જેમાં ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી દિલીપ પટેલ પાટીદાર મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું છે કે, પાટીદાર સમાજના છેવાડાના નાગરિકના લાભ માટે જરૂર પડે સમાજ લડત આપશે. તેમને કહ્યું કે, આ અંગે રજૂઆત કરવામાં આવશે.
તેમને આ નિવેદન બાદ રાજ્યમાં ફરી એકવાર પાટીદારોને ઓબીસી સમાવવાના મુદ્દે ચર્ચામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સામાજીક અને ન્યાય પ્રધાન રામદાસ આઠવલે એક ગુજરાત પાટીદારને અનામત મળવા અંગે નિવેદન કર્યું હતું.
તેમણે શનિવારે કહ્યું હતું કે, ગુજરાતના પાટીદારોને ઓબીસીમાં સમાવેશ થઈ શકે તેમને કહ્યું કે, ગુજરાતના પાટીદાર ને અલગ અનામત મળવી જોઈએ. 8 લાખથી ઓછી આવક ધરાવતા પાટીદાર ને અનામત આપવી જોઇએ.
તેમને કહ્યું કે, પાટીદાર, મરાઠા અને રાજપૂત ના અલગ અલગ કવોટા દ્વારા અનામત આપવી જોઈએ. મંત્રી આઠવલેએ દેશમાં સમાન નાગરિક ધારો લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. વન ફેમિલી વન ચાઈલ્ડનો કાયદો લાવવો જોઈએ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!