2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ ના નેતાઓની રેલીઓ શરૂ, AAP પાર્ટીની ચિંતામાં વધારો

ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા 9 દિવસના સેતુ કાર્યક્રમ બાદ 15મી ઓગસ્ટથી જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશને અધ્યક્ષતામાં જ આશિર્વાદ યાત્રા અમદાવાદ થી આણંદ પહોંચી હતી. જ્યાં સમરખા ચોકડી ખાતે તેનું ભવ્ય સ્વાગત નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આશીર્વાદ યાત્રાનો પ્રારંભ સરદાર પટેલના વતન કરમસદ થી કરવામાં આવ્યો હતો. મંત્રી દર્શનાબેન સરદાર પટેલના ઘરની મુલાકાત લઇ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આમ ભારતીય જનતા પાર્ટીએ પોતાના જ સમાજના કાર્યક્રમના આયોજનમાં શરૂઆત કરી હતી. અને આગામી ચૂંટણીને લઈને તેઓ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

ગુજરાતમાં કોંગ્રેસની 16 ઓગસ્ટના રોજ મહત્વની બેઠક મળશે. આ બેઠક ની અંદર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા હાજર રહેશે. આ ઉપરાંત કોંગી ધારાસભ્ય સિનિયર આગેવાનો અને હોદ્દેદારો પણ આમાં સામેલ થશે. અને આ બેઠકમાં મહત્ત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

રાજ્ય સરકારને ઘેરવા આક્રમક કાર્યક્રમની રણનીતિ પર મંથન કરશે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવાનું આયોજન હવે થશે તેવી માહિતી સામે આવી રહી છે. આ પ્રમાણે ભાજપના નેતાઓ પ્રચાર કરવા પહોંચી ગયા છે ,ત્યારે કોંગ્રેસ એકદમ પાછળ હોય તેવું જોવા મળી રહ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપ ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, ત્યારે ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ પરિવર્તન પહોંચ્યા છે. 15 ઓગસ્ટે કેન્દ્રીય મંત્રી ગુજરાતમાં રહેશે.

ગુજરાતમાંથી પાંચેય કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મંત્રીઓને જિલ્લાઓ પ્રમાણે જવાબદારી રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *