ભાજપ અને આપનું વર્ચસ્વ વધતા કોંગ્રેસે પોતાની 11 નેતાની નવી ટીમ કરી જાહેર, જુઓ કોને ક્યાં સોંપાઈ જવાબદારી
ગુજરાતમાં મહાનગર પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસની કરારી હાર બાદ ફરી એકવાર નવા જુસ્સા સાથે કોંગ્રેસ ગાંધીનગર મનપાની ચૂંટણી ની તૈયારી કરી રહી છે. ત્યારે વોર્ડ કોંગ્રેસ જૂના જોગીઓને જવાબદારી આપી દે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. હાર્દિક પટેલથી માંડીને ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા સુધી કોંગી નેતાઓને વોર્ડ પ્રમાણે જવાબદારી આપવામાં આવી છે.
ગાંધીનગર મનપાની ચૂંટણી ના મતદાન માટેની ઘડીઓ ગણાઇ રહી છે ત્રણ ઓક્ટોબરે મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ કબજે કરવા કોંગ્રેસ એક્શનમાં આવી ગઈ છે.
કોંગ્રેસે આ માટે સિનિયર નેતા અને 11 વૉર્ડ થી 44 બેઠકો જીતવા માટે અલગ અલગ વોર્ડ પ્રમાણે જવાબદારી આપી છે.
એ મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોની અંદર ગાંધીનગર મનપાની ચૂંટણી માટે પહેલા આમ આદમી પાર્ટી અને બાદમાં ભાજપ ટુ ડોર પ્રચાર કરી રહી હતી.
ત્યારે કોંગ્રેસ પણ ચૂંટણીમાં પોતાનો ઝંડો ગાળવા ફરી એકવાર સિનિયર ઉપર ભરોસો મૂકી મોટા નેતાઓની ગાંધીનગર મનપાની ચૂંટણી જીતાડવા ઉતર્યા છે.
ત્યારે જુઓ કયા કોંગ્રેસ નેતાઓ કઈ બોર્ડ ની જવાબદારી સોંપાઈ. વોર્ડ નંબર 1 સિદ્ધાર્થ પટેલ 2 ભરતસિંહ સોલંકી 3 અર્જુન મોઢવાડિયા 4 બળદેવજી ઠાકોર 5 નરેશ રાવળ 6 શૈલેષ પરમાર
7 જગદીશ ઠાકોર 8 દિનેશ પરમાર 9 હાર્દિક પટેલ, હિંમતસિંહ પટેલ 10 દિપક બાબરીયા, હિમાંશુ પટેલ 11 સાગર રાયકા કોંગ્રેસે પોતાની 11 નેતાની નવી ટીમ કરી જાહેર.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!