સમાચાર

ગુજરાતના મંત્રીમંડળ અંગે ભાજપે બદલી રણનીતિ, PM મોદી સરપ્રાઈઝ દેવાના મૂડમાં !

ગુજરાતના નવા મુખ્યમંત્રી ની સાથે આખું નવું મંત્રીમંડળ રચનાને લઇને મોટી અસર થઇ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમમાં નીરવ શાંતિ જોવા મળી રહી છે. રાજ્યના રાજકારણમાં આવેલ હલચલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિ અને ગુપ્ત રાખવા માટે મંત્રીમંડળના નિર્ણય નું સ્થાન બદલી નાખ્યું છે.

ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં સન્નાટો છવાયેલો છે. અને સમગ્ર નિર્ણય એવો કોઈ ગુપ્ત સ્થાનેથી લેવાઇ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. રાજ્યમાં હવે આવતી કાલ નો રિપીટ થિયરી સાથે નવા મંત્રીઓ શપથ લેશે.

અચાનક જ મંત્રીમંડળનો શપથવિધિ નો કાર્યક્રમ રદ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થઇ છે. 15 સપ્ટેમ્બરના રોજ 4:20 કલાકનો રિપીટેશન ના નિર્ણયને આધારે મુખ્યમંત્રી અને શપથ કાર્યક્રમ યોજાયો હતો.

પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતા ગુરુવારે એટલે કે આવતી કાલે શપથવિધિ નો કાર્યક્રમ યોજાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.

ગુજરાતના રાજકારણમાં નવા મુખ્યમંત્રી બાદ મંત્રીમંડળની રાજકારણમાં હલચલ થઇ છે. ભારતીય જનતા પાર્ટીની અંદર નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. જે બાદ ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના મંત્રીઓ નારાજ થયા હોવાનું સામે આવ્યું છે.

સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટીના અમુક સિનિયર નેતાઓ તથા કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હવે નીતિન પટેલ અને રૂપાણીને મોટી જવાબદારી આપવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *