ભાજપ-કોંગ્રેસ આમને-સામને, બંને પાર્ટીએ એકબીજા પર આક્ષેપ કરતા કહ્યું કે…

ગુજરાતમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા નો પરિવાર રાજકારણમાં પણ સક્રિય છે. રવિન્દ્ર જાડેજા પોતે તો રાજકારણથી દૂર રહે છે, પરંતુ તેમના પરિવારમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને નેતાઓ છે. રવિન્દ્ર જાડેજાના પત્ની ભાજપ મહિલા મોરચાના સદસ્ય છે. જ્યારે તેમના બહેન કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ છે. રાજકારણ એક એવું ક્ષેત્ર છે, જ્યાં કોઈ નહિ સંબંધો જળવાતા નથી.

અને તેમાં બે વિરોધી પાર્ટીના ઉમેદવાર એક જ ઘરમાં હોય તો, શું થાય એ સમજી શકાય છે. એવામાં રાજકારણમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની લડાઈ હવે રાજકોટમાં રવિન્દ્ર જાડેજા ના ઘર સુધી આવી હોય તેવું દેખાઈ રહ્યું છે.

હવે રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પર તેમને બહેન નયનાબાને જાહેરમાં ગંભીર આક્ષેપો કર્યા છે, જેના કારણે મોટા વિવાદ છેડાઈ ગયો છે. નયનાબાયે રીવાબા જાડેજા ના કાર્યક્રમ પર આક્ષેપ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રિવાબા એ મેડિકલ કેમ ના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તો આ મામલે મેડિકલ કેમ્પમાં ભીડ એકત્ર કરવા પર તેમણે આક્ષેપ કર્યા હતા. આ ક્ષેત્રમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ ભીડ એકત્ર કરી મહામારીને આમંત્રણ આપે છે.

ભાજપ વાળા ગામડે ગામડે જઈને લોકોને ભેગા કરે છે. અગાઉ રિવાબા એ લોકો મહામારી મામલે બેદરકાર થઇ રહ્યા હોવાની વાત કરી હતી,

અને લોકોને જાહેર કાર્યક્રમમાં ન થવાની અપીલ પણ કરી હતી. હવે આ જ મુદ્દે રાજકીય બચવા માટે જાડેજા પરિવારના નણંદ-ભાભી આમને-સામને આવી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *