ભાજપ-કોંગ્રેસ આમને-સામને કોઈ પાછીપાની કરવા તૈયાર નહીં, જુઓ.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના 125 મી જન્મ જયંતિ ઉજવણી અંગે ભારતીય કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ સરકારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સમગ્ર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

પરંતુ આ તમામ કાર્યક્રમના મુખ્ય આમંત્રણ પત્ર માં ઝવેરચંદ મેઘાણીનો કોઈ ફોટો જ નથી. આ સાથે તેઓએ સરકાર પર વધુ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 9ના ગુજરાતી વિષયના પુસ્તકમાં ઝવેરચંદ મેઘાણીનો જન્મ તારીખ 28મી ઓગસ્ટ ના બદલે 17મી ઓગસ્ટ છાપવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર ઉજવણીના નામે ફોટા ફંકશન કરવાને બદલે તેમનાથી થયેલી ક્ષતિઓ સુધારે તેમણે વધુમાં કહ્યું કે, આ બેદરકારી છે. રાજ્ય સરકાર તાત્કાલિક આ મામલે ધોરણ 9ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકની ભૂલ સુધારે.

કોંગ્રેસ પ્રવક્તા ના આવા આક્ષેપો સામે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, આ પ્રકારના વિવાદો ઉભા કરવાની કોંગ્રેસ પાર્ટી ની ખાસિયત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ઝવેરચંદ મેઘાણી ભાજપ કે કોંગ્રેસ પક્ષના ન હતા. તે આપણા સૌના હતા. ગાંધીજીએ રાષ્ટ્રીય શાયર તરીકે નું બિરુદ આપ્યું હતું. ભૂતકાળની પેઢી, અત્યારની પેઢી અને આવનારી પેઢીઓ હંમેશા ઝવેરચંદ મેઘાણીને યાદ રાખજે.

રાજ્ય સરકાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની ઉજવણી કરતી હોય ત્યારે આ પ્રકારનો કોઈ વિવાદ ઉભો કરવો એ યોગ્ય નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *