ભાજપના જ ધારાસભ્ય, રૂપાણી સરકારની કામગીરી પર નારાજ, કઈ પાર્ટી હાથ પકડશે..
સરકાર સામે વારંવાર બાંયો ચઢાવતા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાજપના ધારાસભ્યએ ફરી એક વખત રાજ્ય સરકારની કેટલીક કામગીરી સામે નારાજગી જાહેર કરી હતી, અને મુખ્યમંત્રીને પત્ર લખી કાર્યવાહી કરવા જણાવ્યું હ.તું જેમાં બીપીએલ સ્કૂલ માટે કરાયેલા સર્વેમાં લાગવગથી યાદી તૈયાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સાચા લાભાર્થી બાકાત રહ્યા અને ખોટા લોકો લાભ લેતા હોય તેઓ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આર્થિક રીતે સદ્ધર છે, તે લોકો લાગવગ ના જોરે બીપીએલ યાદીમાં ઘૂસી ગયા હોવાનો આક્ષેપ કરાયો છે, તેની સાથે બીપીએલ સ્કોર સર્વે પર ફ્રીમાં કરાય છે.
બીપીએલ યાદીમાં નામ ન હોવાને કારણે ગરીબ લોકો પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત રહેલા છે ખોટા લોકો યોજનાનો લાભ લઇ રહ્યા છે. બીજો પત્ર શાળા મર્જ કરવાના નિર્ણય પર ફેર વિચારણા માટે લખ્યો છે.
સાવલી તાલુકો વિસ્તારમાં સૌથી મોટો છે, અને ગામો વચ્ચે અંતર વધારે છે. જ્યારે શિક્ષણ વિભાગ વગર જ શાળા મર્જ કરવાનો નિર્ણય કર્યો છે. એક ગામથી બીજા ગામ નું અંતર વધારે હોય ડ્રોપ આઉટ રેશિયો વધવાનો ભય વ્યક્ત કર્યો હતો.
શાળા મર્જ કરવાના નિર્ણયમાં ફેરફાર વિચારણા કરવાની માંગ કરવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારના ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતા પ્રાથમિક શાળાઓ કરવાનો પણ નારાજગી વ્યક્ત કરવામાં આવ્યું હતી.
તેમને જણાવ્યું કે કેટલીક સ્કૂલોએ એવી છે જેનું મર્જ કર્યા બાદ અંતર વધી ગઈ છે. જેને કારણે શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો માં વધારો થશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!