ભાજપના MLA કહ્યું કે, સી.આર.પાટીલ ભલે 182 કહે, પરંતુ ગુજરાત ચૂંટણીમાં ભાજપ…

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે ભાજપ સહિત અન્ય તમામ પાર્ટીઓ અત્યારથી જ તૈયારીમાં લાગી ગઇ છે એવામાં ભાજપ 2022 ની ચુંટણી માં કેટલી બેઠકો જીતશે ?તે મુદ્દે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને વિજાપુર થી ભાજપના ધારાસભ્ય રમણ પટેલ અલગ-અલગ મત જોવા મળ્યો છે.

હકીકતમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી.આર.પાટીલે દાવો કર્યો હતો કે, રાજ્યની તમામ 182 બેઠક જીતવી ભાજપ માટે મુશ્કેલ નથી.તે સમયે તેમને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, જ્યારે અચાનક તેમને આ પદની જવાબદારી મળી ત્યારે તેમની પાસે એક અલગ લક્ષ્ય હતું.

પરંતુ હવે જ્યારે તેઓ પોતાની ટીમ સાથે બેઠા અને જીતી શકાય તેવી બેઠક પર વિચારવિમર્શ કર્યો છે ,બાદ કાર્યકર્તાના કાર્યને લઇને રોડમેપ બનાવવામાં આવ્યો હતો.

જેનાથી જાણવા મળ્યું કે, ભાજપ રાજ્યની તમામ 182 સીટોમાંથી જીતી શકે છે, આ મુશ્કેલ કાર્ય નથી. જો ભાજપના કાર્યકર્તાઓ બે લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 26 બેઠકો પાર્ટી ને જીતી શકતા હોય તો રાજ્યની તમામ 182 બેઠકો જીતવી જરા પણ મુશ્કેલ નથી.

આટલું જ નહીં પાટીલે જણાવ્યું હતું કે ખોટા દાવા કરવા પાર્ટીના સ્વભાવ નથી રાજ્યમાં આગામી ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *