ધોરાજી તાલુકાના તોરણીયા ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ સમારંભ માં ભાજપ-કોંગ્રેસના આગેવાનો પ્રથમ વખત એક મંચ પર જોવા મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્યોએ 2022 ની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો છવાશે, તેવી આગાહી સાથે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા વિજય મેળવી ગુજરાતની સુકાન સંભાળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
જોકે વસોયા ને નજીક થી જાણતા કહ્યું હતું કે, ધારાસભ્યોની ટકોર માર્મિક છે અને રાજકીય કુકરી અને ગાંડી કરાવે તેવી છે. સમારંભના અધ્યક્ષ સ્થાનેથી રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા મહામારી ના સમયે આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ મહત્વની કામગીરી બજાવી છે.
સમગ્ર ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના પ્રયત્નોથી મહામારીની બીજી લહેર મહત્વની કામગીરી સરકારે કરી છે.
ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ધોરાજીના તોરણીયા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ઉદઘાટન સમારંભમાં નિમંત્રિત કર્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ઠાકોર કરતા જણાવ્યું કે, આપણી વચ્ચે ગુજરાતના મંત્રી જયેશ રાદડીયા ઉપસ્થિત છે. ત્યારે હું તેમને શુભેચ્છા પાઠવું છું કે, આવનારી વિધાનસભાની ચૂંટણી જીતીને ગુજરાતની કમાન સંભાળે.
રાદડિયાએ જણાવ્યું કે, 2022માં અમારી સરકાર હશે. કોંગ્રેસના ધારાસભ્ય ભલે ગમે તેમ બોલ્યા હોય, પરંતુ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં અમારી સરકાર બનશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!