ભાજપ : આ નેતાને સોપાઈ જવાબદારી, મંત્રીઓને ગાંધીનગરમાં જ રહેવાનો આદેશ, આપ અને કોંગ્રેસની ચિંતા માં વધારો.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે મનપાની ચૂંટણીની તારીખો જાહેર થતા તમામ પક્ષો સક્રિય બન્યા છે. ચૂંટણીના આ જંગને જીતવા ની રણનીતિ તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ગુજરાત ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ત્યારે આ વખતે મનપાની તમામ બેઠકો જીતવા ભાજપ 11 મંત્રીઓને વિશેષ જવાબદારી સોંપી છે. જોકે સમગ્ર મહાનગરપાલિકાની ચૂંટણીની જવાબદારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપવામાં આવી છે.

તેમજ જ્યાં સુધી ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી મંત્રી અને ગાંધીનગરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યું છે. ગાંધીનગર મનપાની ચૂંટણી એટલા માટે પણ રસપ્રદ બની રહેશે.

કેમકે આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી શકે છે. તો બીજી તરફ રાજસ્થાન ગાંધીનગર મતવિસ્તાર અમિત શાહનું હોવાથી ભાજપ ચૂંટણી જીતવા મહત્વનું છે, કે ત્રણ ઓક્ટોબરે મનપાની ચૂંટણી માટે મતદાન છે.

તેમજ પાંચ ઓક્ટોબરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી નજીક આવતા રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એવામાં ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય અગ્રણીઓએ પક્ષને વિરોધી પક્ષના નબળા પાસાઓ પણ શોધવા માંડ્યા છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થતા જ રાજકીય પક્ષોમાં તોડ-જોડ ની રાજનીતિ શરૂ થઈ જતી હોય છે.

ત્યારે દર વખતની જેમ કોંગ્રેસ આ વખતે પણ પોતાના કાર્યકરને સાચવવામાં આવી શકે તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ચૂંટણીને આમ આદમી પાર્ટી પર સક્રિય જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *