ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રદેશ પ્રમુખ નેતા ઓના નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાં જવાબદારી સોપાય
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા નીતિવિષયક સંશોધન વિભાગ, રાષ્ટ્રીય પ્રશિક્ષણ અભિયાન વિભાગ, રાજકીય પ્રતિસાદ અને પ્રતિક્રિયા વિભાગ, સુશાસન તેમજ કેન્દ્ર રાજ્ય સરકારી કાર્યક્રમ સંકલન વિભાગ, રાષ્ટ્રીય મહાસંપર્ક અભિયાન વિભાગ, ચૂંટણી કમિશન સંપર્ક વિભાગ, મીડિયા સંપર્ક વિભાગ વિભાગ, સાહિત્ય પ્રકાશ વિભાગ અને કાયદાકીય વિશે વિભાગ, રાષ્ટ્રીય સદસ્ય અભિયાન વિભાગ, કાર્યક્રમ અને બેઠક વિભાગ, આજીવન સહયોગની વિભાગ, સ્વચ્છ ભારત અભિયાન વિભાગ, બેટી બચાવો બેટી પઢાવો વિભાગ, નમામિ ગંગે વિભાગ, ગ્રંથાલય ઇ ગ્રંથાલય નિર્માણ વિભાગ, વિદેશ સંપર્ક વિભાગ, કાર્યાલય આધુનિકરણ વિભાગ, દસ્તાવેજીકરણ વિભાગ, જિલ્લા કાર્યાલય નિર્માણ વિભાગ, પાર્ટી પત્રિકા પ્રકાશન વિભાગ, સહયોગ, આપત્તિ અને રાહત સેવા વિભાગોના સંયોજનોના નામની જાહેરાત કરાઇ છે.
જેમાં નીતિવિષયક સંશોધન વિભાગના સંયોજક પદે રમણભાઈ વોરા, દિનેશ ભાઈ ચોકસી, કમલેશભાઈ જોષીપુરા અને મોતીભાઈ વસાવા ની નિમણૂક કરવામાં આવી છે.
મીડિયા સંપર્ક વિભાગના સંયોજક પદે આઇ.કે.જાડેજા, ડો. હેમંત ભાઈ ભટ્ટ, મેહુલભાઈ પસંદગી કરવામાં આવી છે. જ્યારે વિદેશ સંપર્ક વિભાગના સંયોજક પદે અજીતભાઈ પટેલ, સુરેશભાઈ વઘાસીયા અને મનીષભાઈ કાપડિયાની સ્થાન આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં ભાજપ માં ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ રિલેશન મા સંયોજક તરીકે પ્રદેશ સી.આર. પાટીલે આંતરરાષ્ટ્રીય બાબતોના તજજ્ઞ અને યુકે દૂતાવાસના પૂર્વ અધિકારી સોમપુરા ની નિમણૂક કરી છે.
બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનરમાં રાજકીય સલાહકાર ની સેવાઓ આપી ચૂકેલી સોમપુરા ગુજરાત ટાઈમ્સ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ વિશ્વ ગુજરાતી સમાજને સેક્રેટરી તરીકે પણ સેવાઓ આપી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!