ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે, રખડતા ઢોરોને લઈને આપ્યું મોટું નિવેદન..

મહાનગરો અને નગરપાલિકામાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે.  પરંતુ આપણે ત્યાં માત્ર રખડતા ઢોરનો ત્રાસ હવે નહીં રહે તેવી વાતો થાય છે. અથવા તો કડક હાથે તંત્ર કામગીરી કરશે, તેવી વાતો કરવામાં આવી રહી છે. પરંતુ હકીકત એવી છે કે, રાજ્યના તમામ શહેરોમાં આ પ્રકારના રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે.

સી.આર.પાટીલે જણાવ્યું હતું, ગ્રામ્ય વિસ્તારમાં રોઝ અને ભૂંડ નો ત્રાસ સામે આવ્યો છે. તેમાં પણ તંત્રને નેતાઓ રોજ રખડતા ઢોરનો ત્રાસ ઘટાડવા માટે મોટી મોટી વાતો કરે છે.

ત્યારે રખડતા પશુ મામલે ભાજપના પ્રદેશપ્રમુખ પાટીલે ફરી એક વખત મહત્વનું નિવેદન આપ્યું છે. તેમને નિવેદન આપતા જણાવ્યું છે.

રખડતાં પશુઓનો ત્રાસ અંગે ફરી CM ભુપેન્દ્ર પટેલ સાથે આપણે વાત કરીશું. રખડતા પશુ મામલે નિરાકરણ આવે તે દિશામાં કામ કરીશું ગ્રામ્ય વિસ્તારમાં રોઝ અને ભૂંડ ત્રાસ સામે આવ્યો છે.

રખડતા ઢોર હાલ શહેરમાં સૌથી મોટો મુદ્દો બન્યા છે. રસ્તા પર જતાં વાહનચાલકો તેમનો ભોગ બની રહ્યા છે. પરંતુ તેમની સાથે રસ્તા પર ચાલીને જતા રાહદારીઓ પણ રખડતા ઢોર પરેશાન થઈ ચૂક્યા છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર ટી આ બાબતે અનેક વખત સત્તાધિશોને આ મુદ્દે ખખડાવી ચૂક્યા છે આજે ફરી એક વખત અમદાવાદમાં આ મુદ્દે અધિકારીઓને ઉધડો લીધા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *